________________
૭ : સર્વધર્મ સમભાવ
છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. (૨૨-૨૪)
૬. વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હેય. જેમ લોઢું પિતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગનો માર્ગ અનાદિને છે. જેના રાગદ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ. બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મોથી કલ્યાણ છે, તો તે માનવું નહીં. એમ કલ્યાણ હોય નહીં. . . . જૈન માર્ગ શું ? રાગદ્વેષ અજ્ઞાનનું જવું તે. જે જ્ઞાની પુરુષના વચનથી આત્મા ઊંચે આવે, તે સાચે માર્ગ. તે પોતાનો માર્ગ. “આપણે ધર્મ ” એવી કલ્પના છે. આપણે ધર્મ શું? મહાસાગર કેઈને નથી તેમ ધર્મ કેઈને બાપનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળે. તે કોઈના બાપનાં નથી. અનાદિકાળનાં છે; શાશ્વત છે. જે ગાંઠ પકડી છે કે, આપણે ધર્મ છે. પણ શાશ્વત માર્ગ શું ? શાશ્વત માર્ગથી સહુ ક્ષે ગયા છે. રજોયણ – દોરો કે મૂમતી – કપડાં કેઈ આત્મા નથી. વહેરાના નાડાની માફક જીવ પક્ષનો આગ્રહ પકડી બેઠે છે. “આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે, શા આપણી પાસે છે,” એવું મિથ્યાભિમાન છવ કરી બેઠે છે. ક્રોધ, માન, માયા, લોભરૂપી ચોર રાતદિવસ માલ ચારી લે છે, તેનું ભાન નથી.
૭. જ્યારે જૈન શાસ્ત્ર વાંચવા જણાવીએ, ત્યારે જૈની કરવા જણાવતા નથી. વેદાંત શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી કરવાને જણાવતા નથી. માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈન અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો. આત્મા તે નથી. (૨૫)
૮. અનેકાંતિક માર્ગ પણ સમ્યફ –એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. (૧૯૫૨)
૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org