________________
૩: સદગુરુ
ભગ
૫૦. (છ) જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યો છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવાને ગ્ય હતું, તે તેણે કર્યું નથી. તે શું? તો કે, પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ સાંભળ્યાં નથી અથવા રૂડે પ્રકારે તે ઉઠાવ્યાં નથી. માળા છો, માળા, તો!
સપુરુષની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. (૨૨-૨૪)
૫૧. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. (૨૨-૨૪)
સત્સંગના વિયોગમાં શું કરવું? પ૨. જ્ઞાની પુરુષના સમાગમને અંતરાય રહેતો હોય તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો સંભારવાં, નીરખવાં અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં–પ્રવૃદ્ધિના પ્રસંગોમાં–અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે, એક તે સમાગમનું બળ નથી અને બીજે અનાદિ અભ્યાસ છે. ઘરનું, જ્ઞાતિનું કે બીજા તેવાં કામનું કાણુ પડે, ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણું પ્રવર્તન ઘટે છે. તે કારણેને મુખ્ય કરી કઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. (૨૬).
૫૭. આત્મસ્વભાવની નિર્મળતા થવા માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે: સત્ શ્રત અને સત સમાગમ. જે જીવ સદ્દષ્ટિમાન હેય, તો સત્ શ્રુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. તેવા યોગના અભાવે સત શ્રતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના
૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org