________________
શ્રી રાજયના વિચારને ૫. જીવને બે મોટાં બંધન છેઃ એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વ સંગથી ત્યાગી થવું જોઈએ. જેને સ્વચ્છેદ છેદ છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે તરત નાશ પામે છે. (૧૯૪૭)
૪૬. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું, એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પિતાની ઈચ્છાએ પ્રર્વતતાં અનાદિ કાળથી રખડળ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની. ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવિત નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે, જે એકનિષ્ઠાએ તનમનધનથી આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. (૧૯૪૭).
૪૭. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે– સપુરુષના ચરણના સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. (૧૯૪૯)
૪૮. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાન, આત્મા સત્પરુષના ચરણકમળની વિનોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્તમ વચનામૃત છે. (૨૨)
૪૯. જે પવન [ શ્વાસ ] નો જય કરે છે, તે મનને જય કરે છે; જે મનને ય કરે છે, તે આત્મલીનતા પામે છે–આ કહ્યું તે વ્યવહારમાત્ર છે. નિશ્ચયમાં, નિશ્ચય અર્થની યોજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય કરતાં છતાં સત્યરુષની આજ્ઞાથી પરામુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે: સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણી છે: પર્યાપાસના અને પાત્રતા.
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org