________________
* શ્રી રાજચંદ્રનાં વિચારને
સપુરુષની વ્યાખ્યા ૧૦. પુરુષ એ જ કે નિશદિન જેને આમાનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે . . . બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. (૨૨)
૧૧. ધર્મ જ જેનાં અસ્થિમજા છે, ધર્મ જ જેની ક્રિયા છે. ધર્મ જ જેનું [ હલન ચલન છે, ધર્મ જ જેની શયન તથા જાગૃતિ છે, ધર્મ જ જેનો આહારવિહાર અને નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ તથા સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે.
૧૨. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરુદ્ધ, આત્માર્થ ઉપદેશક[ તથા અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું, તે શુષ્ક જ્ઞાનીની વાણુને વિષે વર્તવાને યોગ્ય નથી. કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તને હેતું નથી અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણું હોય છે. (૨૯)
૧૩. પ્ર. પુરુષ કેમ ઓળખાય ?
ઉ૦ પુરુષો તેમનાં લક્ષણથી ઓળખાય. પુરુષોનાં લક્ષણઃતેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધને જે ઉપાય કહે તેથી ક્રોધ જાય; માનને જે ઉપાય કહે, તેથી માન જાય. જ્ઞાનીની વાણું પરમાર્થરૂપ જ હોય છે. તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળ જેવાં લાગે. સદ્દગુરુ અને અસદ્ગુરુનું એાળખાણ સેનાની અને પિત્તળની કડીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદ્ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org