________________
૩: સ
ત્સવ
૨૮. અંતઃકરણની શુદ્ધિ વિના બોધ અસર પામતો નથી; માટે પ્રથમ અંતઃકરણમાં મળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય [પરમાર્થ] એ આદિની મિથ્યા ચર્ચામાં નિરાગ્રહ રહેવું–મધ્યસ્થ ભાવે રહેવું. આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ કર્મ કહે છે. (૧૯ઝર)
૨૯. જીવે અજ્ઞાન રહ્યું છે, તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણું, આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો, ત્યાં સુધી આત્મા ઊંચે આવે નહીં, અને ત્યાં સુધી કલ્યાણું પણ થાય નહીં. ઘણું જીવો પુરુષને બધ સાંભળે છે, પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. (૧૯૫૨)
૩૦. ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપી ગોદડું ઓઢયું છે તેથી ઉપદેશરૂપી લાકડી લાગતી નથી. તરવાનાં કામી હોય તેણે ધોતિયારૂપી કર્મ ઓઢયાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. (૧૯૫ર )
૩૧. અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જે ગળે ઉતારે, તે રોગ મટે. તેમ સદગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂ૫ દવા આપે, પણ મુમુક્ષુ પ્રહણ કરવારૂપ ગળે ઉતારે, ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે. (૧૯૫૨) - ૩૨, ખારી જમીન હોય ને તેમાં વરસાદ પડે, તો શું કામ આવે? તેમ જ્યાં સુધી આત્મામાં ઉપદેશ પરિણમે નહીં તેવી સ્થિતિ હેય, ત્યાં સુધી તે શું કામનો ? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં, ત્યાં સુધી ફરી ફરી સાંભળવી; વિચારવી; તેને કેડે મૂકવો નહીં; કાયર થવું નહીં, કાયર થાય તે આત્મા ઊંચે આવે નહીં. જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારો. અભ્યાસ રાખો તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં (૧૫)
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org