________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્ન ૩૩. મુમુક્ષએ જો કેઈસપુરુષને આશ્રય પ્રાપ્ત થયો હોય, તો પ્રાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે. માત્ર તથારૂપ વૈરાગ્ય, ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યંગ્ય પ્રકારે સિદ્ધ થયે, જ્ઞાનીને ઉપદેશ સુલભ પરિણમે છે અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ . થાય છે. (૨૯).
૩૪. જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, સ્વછંદપણે, કામનાઓ કરી, રસે કરી સંસારને ભજે છે, તેને તીર્થકર પિતાના માર્ગથી બહાર કહે છે. (૨૬).
૩૫. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કેઈ નથી. છતાં તે સસંગ પણ, જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી, તેને પ્રાયે નિષ્ફળ જાય છે. અને સહેજ સત્સંગ કળવાન થયો હોય તો પણ, જે વિશેષ લોકાશ રહેતો હોય, તો તે ફળ નિર્મુળ થઈ જતાં વાર લાગતી નથી. સ્ત્રીપુત્ર, આરંભપરિગ્રહના પ્રસંગમાંથી જે નિજબુદ્ધિ છેડવાને પ્રયાસ કરવામાં ન આવે, તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષે સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે. (૨૭)
૩૬. જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દે છે. તે દેષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી. અથવા તે તે સાધનોમાંથી અહં બુદ્ધિ છેડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દેપને એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે, આત્મા તે દેબને છેદવા પિતાની સન્મુખ લાવે છે કે તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાખી, પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહિ થાય, હું અનુક્રમે તેને છેડીશ અને કરતાં જાગૃત
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org