________________
શ્રી રાજચંદ્રનાં વિચારનો જે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમત નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતો નથી. (૨૨-૨૪)
૨૪. પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. તથાપિ પુરુષને વિષે, તેના વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ-ભક્તિ થાય નહિ, ત્યાં સુધી આત્મવિચાર પણ છવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને પુરુષને જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે એમ કહેવું પણ કઠણ છે. (૨૭)
૨૫. જ્ઞાની પુરુષોની આજ્ઞાની, તથા તેના વિચારની સમ્યક પ્રતીતિ આવ્યા વિના, તથા તેમાં અચળ સ્નેહ થયા વિના સત્વરૂ૫ના વિચારની યથાર્થ પ્રાપ્તિ થતી નથી. અને તેવી દશા આવ્યેથી, તેનાં ચરણારવિંદ જેણે સેવ્યાં છે તે પુરુષ, તેવી દશાને ક્રમે કરીને પામે છે. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું. જ્યાં સુધી જીવને સ્વછંદથી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યા છે. (૧૯૪૭)
૨૬. સત્સમાગમ અને સલ્ફાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુએને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવાને એગ્ય છે. જ્યાં સુધી પિતાના દોષોને વિચારી, સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય, ત્યાં સુધી સપુરુષને કહેલો માર્ગ પરિણામ પામેવો કઠણ છે. (૨૮)
૨૭. સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પ ગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પ દોષને વિષે પણ અત્યંત કલેશ, દેશના વિષયમાં અત્યંત વીર્યનું પુરવું-એ વાત સત્સંગમાં અખંડ એકશરણાગતપણે ધ્યાનમાં રાખવાને યોગ્ય છે. સમયમાત્ર પણ પ્રમાદ મ્ય નથી. (૨૬)
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org