________________
૩: સદગુરુ-સસરા
આવે છે. એ ત્રણે દોષનું ઉપાદાને કારણુ એ તે એક “સ્વચ્છેદ' નામને મહાદોષ છે અને તેનું નિશ્ચિત્ત કારણ અસંગ છે. (૨૫)
૨૧. જેના વચનબળે છવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિને પૂર્વકાળમાં જીવને જોગ ઘણું વાર થઈ ગયો છે. પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને એવી બીજી કામનાઓથી પિતાની દૃષ્ટિ મલિન હતી. દૃષ્ટિ જે મલિન હોય, તે તેથી સન્મુતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણું પડતું નથી. અને જ્યારે ઓળખાણું પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે, તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબણું લાગે છે. (૨૩)
સત્સગયાં આવશ્યક વસ્તુઓ ૨૨. જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સન્દુરુષને [જેને] નિશ્ચાય છે, તેને પ્રથમ ભૂમિકામાં (દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવારૂપ) નીતિ મુખ્ય આધાર છે. જેને વિષે ઉપર કહી તે નીતિનું જે બળવાનપણું ન હેય, અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર પુરુષને વંચવા બરાબર છે. જો કે પુરુષ તે નિરાકાંક્ષી છે એટલે તેને છેતરાવાપણું કંઈ છે નહિ, પણ એવા પ્રકારે પ્રવર્તતા છવ તે અપરાધયોગ્ય થાય છે. (૨૭) ( ૨૩. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે છે જે એકનિષ્ઠાએ તન, મન, ધનથી આસક્તિને ત્યાગ કરી, તેની ભક્તિમાં જોડાય.
* આવા કૌંસમાં મૂકેલા શબ્દ શ્રીમના પિતાના છે. પરંતુ આ ફેક ટૂંકાવવા માટે, વચ્ચેથી અમુક ભાગ કાઢી નાખી, ક્રમ બદલી, એ ભાગ વાક્ય સળંગ થાય તે પ્રમાણે મૂકેલો છે.
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org