________________
ક: સદ્ગર-સત્સંગ
મળે, તો કર્મ ટળે. જે પદાર્થને જ્ઞાની ઝેર કહે, તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનની આજ્ઞા આરાધે, તેને તરવાના કામી કહેવાય. (૧૯૫ર ) ૧૪. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ,
અપૂર્વ વાણી, પરમકૃત, સદ્દગુરુલક્ષણોગ્ય. આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભવની ઈચ્છાથી જે રહિત થયા છે, તથા શત્રુમિત્ર, હર્ષશોક, નમસ્કારતિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેની વિચરવા આદિ ક્રિયા છે, અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને પદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્દગુરુનાં ઉત્તમ લક્ષણે છે. (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર-૨૯.)
૧૫. પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે, સમયમાત્રના અનવકારો [ અર્થાત્ તક્ષણ] આ લોક આત્માવસ્થા પ્રત્યે હો, આતમસ્વરૂપ પ્રત્યે હા, આત્મસમાધિ પ્રત્યે હે; અન્ય અવસ્થા–સ્વરૂપ-આધિ પ્રત્યે ન હે. એ જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, તે સંપ્રદાય સનાતન સપુરુષને છે. (૧૯૪૮)
સત્સંગની વ્યાખ્યા ૧૬. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ' કહીએ છીએ. એના જેવું કંઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે. (૨૨-૨૪)
૧૭. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આમાને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. (૧૭)
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org