________________
“શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હેય ત્યાં સાથે કાષ્ટકમાં તે દરેક શબ્દનું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્ત્વ ઘટતું નથી.
આ પ્રસંગે શ્રીમદ્દનાં સ્મારકરૂપે ચાલતી સંસ્થાઓ વિષે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે. કેટલાક આશ્રમો અને પરમકૃતપ્રભાવક મંડળ. આશ્રમોની બાબતમાં તે એટલું જ સૂચવવું બસ થશે કે, તે તે આશ્રમના સંચાલકોએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિને જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગોઠવો જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગ ભાવનાને બંધ બેસે તેમ જ વિચારકેની દષ્ટિમાં પરિહાસ ન પામે એવી જગ્ય ભક્તિ પિષવી ઘટે.
પરમબ્રુત પ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દૃષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પ્રયત્ન પ્રથમ દૃષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય. પણ અત્યારે ઊભી થયેલી સાહિત્યવિષયક માગણું અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદનમુદ્રણનું દષ્ટિબિન્દુ બદલવું જ જોઈએ. પુસ્તકની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા, તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈ એ એનો નિર્ણય કરવા વારતે એ મંડળે ઓછામાં ઓછા બે ત્રણ વિદ્વાનોની સમિતિ બનાવી, તે દ્વારા જ અનુવાદક કે સંપાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ઘટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તકે જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશાધન આદિની ઢગલાબંધ અક્ષમ્ય ભૂલો જોઈ, વ્યાપારી જૈન સમાજને હાથે હણતા સાહિત્યના તેજસ્વી આત્માનું દશ્ય અનુભવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org