________________
શ્રી રાજચંદ્રનાં વિચારને હાથ ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખને અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. - આ પણ વિના વિવાદે માન્ય રાખવું જોઈએ કે, તે અનંત શેક અને અનંત દુઃખની નિવૃત્તિ એના એ જ સાંસારિક વિષયથી - નથી. રુધિરથી રુધિરને ડાઘ જતો નથી, પણ જલથી તેને અભાવ છે. તેમ શુંગારથી વા શંગારમિશ્રિત ધર્મથી સંસારની નિવૃત્તિ નથી. એ જ માટે વૈરાગ્ય જલનું આવશ્યકપણું નિઃસંશય કરે છે. (૧૬)
૨. જ્ઞાનીઓએ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય કહ્યો છે. સંસારની દેખીતી ઈદ્રવરણ જેવી સુંદર મહિનીએ આત્માને તટસ્થલીન કરી નાખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મેહથી સત્ય સુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. . . . સંસારની આ ઉત્તમોત્તમ પદવી [ જે ચક્રવર્તિપણું ] ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? . . . જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખ જ છે. [ આમ સંસારમાં ] અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ એ સંસારને પૂંઠ દીધી છે. તે સત્ય છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિ છે. (૧૭).
૩. સર્વ કરતાં જેમાં અધિક નેહ રહ્યા કરે છે એવી આ કાયા, તે રોગ જરાદિથી સ્વાત્મને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ, અને કઈ બીજા વિચારમાં જવી જોઈએ. (૨૮)
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org