________________
સશુ–સત્સંગ
સદ્ગુરુની આવશ્યકતા ૧. દુ:ખની નિવૃત્તિ સર્વ જીવ ઇચ્છે છે. અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દેષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણ કે સલ્લાસ્ત્રનું વિચારવું એ છે. જે કાઈ જીવ સર્વથા દુઃખની નિવૃત્તિ ઈચ્છતું હોય, તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજે કઈ ઉપાય નથી. એક મેટી નિશ્ચયથી વાર્તા મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે કે, સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. (૨૫)
૨. કારણ, જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામા જીવને પ્રેરે છે. આ જીવે પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. ઊલટું, “આત્માર્થ સાધું છું' એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org