________________
માનવદેહ
૧. આસંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેથી મળનાર નથી. માત્ર માનવદેહથી મેક્ષ છે. જ્ઞાનીઓ કહે છે એ [ મનુષ્ય] ભવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. કોઈ પણ અન્ય દેહમાં વિવેકને ઉદય થતો નથી, અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. મેતને પણ નિશ્ચય આપણે જાણી શકતા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. (૧૭)
૨. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિતુલ્ય કહ્યું છે, તે વિચારે તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિ રાનથી પરમ માહામ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જે દેહાથંમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું, તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિઃસંદેહ દેખાય છે. (૩૦)
૩. સર્વ દુઃખક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક છવને સમજાય છે. મહત પુણ્યને વેગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષના સમાગમથી તે ઉપાય સમજવા એગ્ય છે. તે સમજાવાને
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org