________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
શ્રીમદ્રાજચંદ્રનો હિન્દી કે કઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણ તેમના ઘણા ભક્તો છે. તેમનું પણ ધ્યાન ખેંચવું આવશ્યક છે. શ્રીમદ્ની ભાષા ગુજરાતી છે પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્ત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હોવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષયો સેંકડો ગ્રંથમાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે. તેથી અનુવાદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તો એ અનુવાદ નામના જ થશે. પહેલી એ કે, તેણે શ્રીમદ્ભી ભાષાની માતૃભાષા જેટલો જ તલસ્પર્શી પરિચય કરેલો હોવો જોઈએ. બીજી બાબત એ કે, એમાં ચર્ચેલા વિષયોનું તણે પકવ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે, જે ભાષામાં અનુવાદ કરવાનો હોય, તેમાં લખવાને તેને સિદ્ધહસ્ત હોવો જોઈએ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળવવામાં જે ખર્ચ યોગ્ય રીતે સંભવતો હોય, તે કરવામાં વસ્યવૃત્તિ જરાય ન સેવતાં, ટાણા વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવું જોઈએ.
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org