________________
બાદ રાજચંદ્રની જીવનયાત્રા
શ્રીમદની સમગ્ર ઉંમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર. શ્રીમન્ના ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિરતુત ક્ષેત્રમાં રખડનાર, અને વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જેવો અલ્પ પણ ધારે તો એમનાં લખાણમાં ખામીઓ પણ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિધા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરાંગણે રમતા કુમારની ઉંમરથી તેમ જ વ્યાપાર, ધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે,– ત્યારે શ્રીમદ્દ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમનાં લખાણ વાંચ્યા સિવાય એમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પિતાનું સ્થાન ગુમાવવા જેવું છે.
શ્રીમદ્રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું ગ્ય ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્રાજચંદ્ર'નું મહત્વ વિદ્વાને ગ્ય રૂપમાં આંકી નહિ શકે. એ ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિવિષયક છે. પ્રથમ તો વિષયાનુક્રમ હોવો જોઈએ. કેટલાંક પરિશિષ્ટોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકાર વિષેનું; બીજું તેમાં આવેલાં અવતરણો વિષેનું, તેનાં મૂળ સ્થળે સાથે; ત્રીજું તેમાં આવેલા બધા ય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દનું; ચોથું એમાં ચર્ચેલા વિષયો મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય, તે ગ્રંથોનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠ દર્શાવનારુ; એમ અનેક દષ્ટિથી મહત્ત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવાં જરૂરી છે. એમણે પોતાનાં લખાણમાં વાપરેલ
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org