________________
“ચોરાજય – એક સમાયેયને મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે, જેનેના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે.
અંક ૫૩૮વાળા પત્ર કઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જન તત્વજ્ઞાનના અભ્યાસીને રસ પોષે એવો છે. એમાં નિયતસ્થાનથી જ તે તે ઇન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ઇન્દ્રિયો અમુક જ પરિસ્થિતિમાં કામ કેમ કરે છે, તેને ખુલાસે ખૂબ સ્પષ્ટતાથી આપે છે જે કે સર્વાર્થસિહિ, રાજવાર્તિક આદિમાં છે.
અંક ૬૩૩વાળો પત્ર જેમાં આશ્રમક્રમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવો એ પ્રશ્ન કર્યો છે, અને જેને કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે તે પત્ર પણ એક ગંભીર વિચાર પૂરો પાડતા હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે.
વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અંક ૭૦–૮ વાળું લખાણ પ્રથમ લઈએ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હોય. રોગ ઉપર દવા કરવી કે નહિ એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યો છે. એ બાબત શ્રીમદે આ નંધમાં ખૂબ પ્રકાશ પાડ્યો છે, અને પૂર્ણ અનેકાંતદષ્ટિ ગૃહસ્થ–સાધુ બને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપદૃષ્ટિ હેય તો તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રોગનું શમન કેમ થાય? કારણ કે રોગનું કારણ તો કર્મ છે, અને તે હોય ત્યાં સુધી બાહ્ય ઔષધ શું કરે? એ કર્મદષ્ટિના વિચારનો સરસ જવાબ આપે છે.
આ લખાણમાં એમણે ત્રણ અંશે સ્પસ્ય લાગે છે. ૧. તેગ કર્મ નિત છે તો તે કર્મ ચાલુ હોય ત્યાં લગી ઔષધોપચાર શા કામનો ? એક એ પ્રશ્ન છે. ૨. રોગજનક કર્મ ઔષધનિવર્ય જાતિનું છે કે અન્ય પ્રકારનું એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં
• આ પુસ્તકમાં જુઓ ભાગ ૨, ખંડ ૧, પ્ર. ર૯.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org