________________
શ્રીમકાજચંદ્ર”—એક સમાચના ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યકૃત્વ સંભવે છે કે નહિ એ વિષે કરેલી ચર્ચા (૩૨૭) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે.*
વિશિષ્ટ લખાણે શ્રીમન્નાં લખાણેને હું ત્રણ ભાગમાં વહેંચી, તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓને અને પરિચય આપવા ઇચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે, જે ગદ્ય હોય કે પદ્ય પણ જેની રચના શ્રીમદે એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે, જે કાઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણો આવે છે કે, જે આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હોય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય.
હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. “પુષ્પમાળા' (૧) આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વ પ્રથમ છે. તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત પાક્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જો કે બીજી રીતે પણ છે; છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે, તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિષે મને એક જ વાક્ય કહેલું, જે તેની વિશેષતા વાતે પૂરતું છે; તે વાક્ય એ કે, “ અરે એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે. ”
જુઓ આ ગ્રંથ, વિભાગ ૨, પ્રકરણ ૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org