________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેને પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી, તેનો ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કેાઈ સાધારણ માણસથી થવું શક્ય નથી.
કોઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું, તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સોળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી “પુષ્પમાળામાં તેઓ પ્રસંગોપાત્ત રાજાને અર્થ સૂચવતાં કહે છે કે, રાજાઓ પણ પ્રજાના માનીતા નેકર છે.*(“પુષ્પમાળા'-૭૦). અહીં “પ્રજા” અને “નોકર” એ બન્ને શબ્દો મર્મ સૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપતો જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ મેક્ષમાળા'માં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે?
માનવપણું સમજે તે જ માનવ કહેવાય.” (“મોક્ષમાળા'-.) અહીં “સમજે” અને “તે જ' એ બે શબ્દો મર્મગ્રાહી છે. અર્થાત આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ “મેક્ષમાળા'માં મનોજયનો માર્ગ દાખવતાં કહે છે કે, મન જે દુરિછા કરે તેને ભૂલી જવી. (“મોક્ષમાળા’– ૬૮.) અર્થાત તેને વિષયખોરાકથી પજવું નહિ. અહીં “દુરિછા” અને “અને તેને ભૂલી જવી” એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની “મોક્ષમાળા' કૃતિમાં (“મેક્ષમાળા” -૯) તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા “આં ભૌમિય’ નું ઉદાહરણ લઈ અજ્ઞાનના સંકટમાં સપડાયેલા જૈન તત્વને પ્રકાશવા “મહાન સમાજની સ્થાપનાનું સ્વમું જુએ છે.
૨૩મે વર્ષે ધંધામગ્ન અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા મર્મ ખોલતા એને દાખલો જેવા ઈચ્છનાર જૈનોએ “શ્રીમદાજચંદ્ર' અંક ૧૧૮
* નાના પ્રતિકનાત -- કાલિદાસ. * જુઓ આ ગ્રંથ, વિભાગ , પ્રકરણ ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org