________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા બધી જ કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ અને તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજનજીનાં કેટલાંક પલ્લો ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાયે તે બધાં પદ્યો જૈન સંપ્રદાયની જે વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગમ એવી જૈન પરિભાષા અને જૈન શિલીમાં જ રચાયેલાં હોઈ સાધારણ ગુજરાતી સાક્ષરોથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદ્ભાં કેટલાંક પદ્યો વિષે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમ ભજનાવલીમાં “ અપૂર્વ અવસરવાળું ભજન દાખલ ન થયું હતું, તો એ સાધારણ જનતાને કાને ક્યારે ય પડ્યું હેત એ વિષે શંકા છે.
શ્રીમનું “આત્મસિદ્ધિશાસ્ત્ર” પણ દેહરામાં છે. એનો વિષય તદ્દન દાર્શનિક, તર્કપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હોવાથી, એનું મૂલ્યાંકન લોકપ્રિયતાની કસોટીથી શક્ય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષરેને પણ એમનાં પદ્યોનો આસ્વાદ લેવો હોય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સંસ્કારની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કાર મેળવવા આવશ્યક છે. વેદાંતનું મર્મસ્થાન સ્પર્યા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાનો પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમત્કારો આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદ્યોની રચનાની અપૂર્વતા અનુભવી ન શકાય. તે જ ન્યાય શ્રીમનાં પડ્યો વિષે છે.
જેમ જૈન જનતામાંથી પ્રમાણમાં મોટો ભાગ આનંદઘનજી આદિનાં પદ્યોની વસ્તુઓને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પશી લે છે, તેમ શ્રીમનાં પઘોમાંની વસ્તુઓને પણ જલદી સ્પર્શી લે છે. કાવ્ય રસાસ્વાદ વાતે જોઈતા બીજા સંસ્કારની ઘણુપ પ્રમાણમાં જૈનજનતામાં વધારે હોઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org