________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તર્કપ્રધાન ગ્રંથોના અવલોકને તેમની આગમરુચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચય તેમની સહજ વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉછે. જેમ જેમ તેમને શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયો, તેમ તેમ તેમનામાં પ્રથમથી યંગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે ઐકાંતિક સંસ્કારો હતા, જેમકે “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,” તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસંક્રમમાં ક્યાંક મૂર્તિપૂજાનું આલંબન પણ ઉપયોગી છે એ અનેકાંત દૃષ્ટિએ લીધું.
“વદર્શન જિન અંગ ભણી જે” એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદઘનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તર્કયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવનાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોને જ નહિ પણ તે તે દર્શનના મૂળ ગ્રંથને તેના રૂપમાં અને મધ્યસ્થ દષ્ટિએ અભ્યાસ માગે છે. આ ભાવનાનો વારસે શ્રીમમાં હતો, જે તેમણે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના વિચારવામાં આવે છે, અને તે એ કે, વેતાંબર પરંપરામાં બાકીની બને પરંપરાઓ પૂર્ણપણે સમાઈ જાય છે; જ્યારે સ્થાનકવાસી કે દિગંબર બન્નેમાંથી એક પરંપરામાં વેતાંબર પરંપરા પૂર્ણપણે સમાતી નથી. આ ભાવના શ્રીમદને બધી પરંપરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી, તેમનાં લખાણો ઉપરથી જોઈ શકાય છે. કારણ, તેઓ પિતાના નેહીઓને દિગંબરીય શાસ્ત્ર વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે, તેમાં જે નગ્નત્વને એકાંત છે, તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પરંપરાની આગમોના કવચિત મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરોધ દર્શાવે છે; જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરંપરાના આચાર
૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org