________________
શ્રીમદ્રાજચંદ્ર”—એક સમાલોચના કે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યો હોય કે તેમાં જૈન દષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હોય, તેવું એમનાં લખાણો વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારા પિતાને અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયો છે કે, તાંબરીય શાસ્ત્રાની આચારવિચાર પરંપરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે, તેમાં બાકીની બને પરંપરાઓ પૂર્ણપણે એમના સ્થાને ગોઠવાઈ જાય છે.
કવિત્વ શ્રીમદ્ માત્ર ગાના જ લેખક નથી. તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ઘણા જૈનો કવિ નામથી જ ઓળખતા. અને કેટલાકે તો તેમના અનુગામી ગણને કવિસંપ્રદાય તરીકે જ ઓળખાવતા.
જો કે તેઓ કોઈ મહાન કવિ ન હતા, કે તેમણે કોઈ મહાન કાવ્ય નથી લખ્યું, છતાં તેમની કવિતાઓ જોતાં એમ લાગે છે કે, કવિત્વનું બીજ–વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય –તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણની પેઠે આધ્યાત્મિક વિષયસ્પર્શી જ છે. તેમના પ્રિય છંદો દલપત, શામળભટ્ટ, આદિના અભ્યસ્ત છે જેમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખેાળામાં લઈ, એ પ્રવાહ કયાંક જેસભેર તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર ગતિએ વશે જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉંમરમાં રચાયેલ કવિતાઓ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે, તે પછીની કવિતાઓ વસ્તુ અને ભાવમાં ઉત્તરોત્તર ગંભીર બનતાં તેમાં શાબ્દિક અનુપ્રાસ આપોઆપ ગૌણ સ્થાન લે છે.
એમના પ્રાથમિક જીવનની કવિજ્ઞાન વિષય ભારત–પ્રકૃતિસુલભ વૈરાગ્ય, દયા, બ્રહ્મચર્ય, ઇત્યાદિ વસ્તુઓ છે. પછીની લગભગ
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org