________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા લાગ્યાં. આ રીતે શ્વેતાંબરીય સાહિત્યનો પરિચય બહિરંગ અને અંતરંગ બન્ને રીતે વધે જ જતો હતો, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગંબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઈક નોંધપોથીમાં લખતા, અને તેમ નહિ તે છેવટે કઈ જિજ્ઞાસુ કે સ્નેહીને લખવાના પત્રમાં તેનો નિર્દેશ કરતા. એમની નેધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી બધી જ બેંધપોથી કે બધા નિર્દેશક પત્રો પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય. છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે, તે ઉપરથી એટલું ચોક્કસપણે કહી શકાય એમ છે કે, ત્રણે જૈન પરંપરાના તાત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથ એમણે વેધક દષ્ટિથી સ્પર્યા છે. કેટલાંક મૂળ સૂત્રો, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ, ઇત્યાદિ તો એ શબ્દ, ભાવ અને તાત્પર્યમાં પી ગયા હતા એમ લાગે છે. કેટલાક તર્કપ્રધાન ગ્રંથે પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તે એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્ર એમણે વાંચેલાં લાગે છે. આશ્ચર્ય તો એ છે કે, ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓને વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી છતાં તે તે ભાષાના વિશારદ પંડિત શાસ્ત્રના ભાવેને સ્પર્શે તેટલી જ યથાર્થતાથી અને ઘણે સ્થળે તે તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાનાં શાસ્ત્રના ભાવને તાવ્યા છે, એટલું જ નહિ પણ તે ભાવને તેમણે ગઇ કે પદ્યમાં વ્યક્ત કર્યા છે. ઘણી વાર તો તે ભાવેનાં માર્મિક વિવેચનો કર્યા છે. એ વસ્તુ તેમની અર્થસ્પર્શી પ્રજ્ઞા સૂચવે છે.
તે વખતે જૈન પરંપરામાં મુદ્રણયુગ નામને જ હતો. દિગંબરીય શાસ્ત્રોએ તો કદાચ છાપખાનાના દરવાજે જે જ ન હતો. એ યુગમાં ધ્યાન, ચિંતન, વ્યાપાર, આદિની બીજી બધી પ્રવૃત્તિ વચ્ચે વ્યાપક
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org