________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા જ પિતાની જીવનલીલા સમાપ્ત કરનાર ધાર્મિક પુરુષોની સંખ્યા જ વધારે આવી છે.
આજને દિવસે રાજચંદ્ર વિષે બોલવાનો અધિકાર એમનો જ છે કે જેમણે શ્રીમદ્ રાજચંદ્રને જાતે જોયા હોય, એમની પાસેથી ' બધ મેળવ્યો હોય, એમના તપસ્વી જીવનમાંથી પ્રેરણા મેળવી હોય, કેમકે એવા લોકે ઘણું છે. પણ શ્રી. પૂંજાભાઈએ રાજચંદ્રની જયંતીને ભાર આજે મારે માથે નાખ્યો છે, એ એમને અનુગ્રહ સમજું છું. રાજચંદ્ર કવિને મેં જોયા નથી. એ જીવતા હતા ત્યારે ગુજરાતનું મેં દર્શન સરખું કર્યું ન હતું. એમના પ્રસંગમાં આવત તો એમના. તરફ આકર્ષિત કે કેમ એ વિષે પણ શંકા છે. એ વખતે તે ધર્મ, નીતિ, સદાચાર વગેરે ગૂઢ કલ્પનાઓ કેટલે દરજજે પાળવી જોઈએ, એની શંકાને ઉદય થતો હતો. અનુભવ વગર ચાલતી વસ્તુઓનો સ્વીકાર કરવાનો કંટાળો આવતો હતો. બધું જાતે તપાસવું જોઈએ, અનુભવથી દરેક વસ્તુ કરાવી જોઈએ, આડે રસ્તે જવાની પણ હિંમત કરવી જોઈએ એ જાતની મનોવૃત્તિ મનમાં કુરતી હતી. મેં તે રાજચંદ્ર વિષે ગાંધીજીને મેઢે પ્રથમ સાંભળ્યું. ૧૯૧૫ના અરસામાં આશ્રમની પ્રાર્થનામાં શ્રીમદ્ રાજચંદ્રનાં વચને વંચાતાં હતાં. ગાંધીજી અમને એને અર્થ કરી સમજાવતા હતા. મૂળે હું ગુજરાતી સમજું નહિ, તેમાં વળી કવિની ભાષા જૈન પારિભાષિક શબ્દોથી ભરેલી, એટલે ગાંધીજી વિવરણમાં જેટલું કહેતા તેટલું જ સમજવામાં આવતું. ગાંધીજી જે પુરુષને મહાન પુરુષ ગણે, રસ્કિન અને ટૉલ્સ્ટૉય કરતાં પણ ચડિયાતા ગણે તે પુરુષની વિભૂતિ અસાધારણ હેવી જોઈએ, એવા વિચારથી રાજચંદ્રનાં પડ્યો અને પત્રો વાંચવાની શરૂઆત કરી. પોમાં ચંચૂપાત થઈ ન શક્યો. વચમાં વચમાં એકાદ રત્ન જેવું સુભાષિત હાથ લાગતું અને આનંદ થતો. પા માત્ર વિશેષ આકર્ષક લાગ્યા. પત્રસાહિત્ય હંમેશા આકર્ષક હોય જ છે, કેમકે એ ખાનગી સંભાષણ જેટલું જ પવિત્ર હોય છે, કેમકે એમાં એક હદય બીજા
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org