________________
શી રાજચંદ્રની જીવનયાત્રા
તેમને આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પિોષાયા હત; અને નાની જ ઉંમરમાં એ સંસ્કારે જે બમણું વેગે વિકાસ સાધ્યો, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરંપરાએ એમનામાં દયા અને અહિંસાની વૃત્તિ પોષવામાં સવિશેષ ફાળો આપ્યો લાગે છે. જો કે તેમને બાળ અને કુમાર જીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પરંપરાને જ પરિચય હતા, તે પણ ઉંમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનું ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિપૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ બે જૈન પરંપરાને પણ પરિચય થયો. અને તે પરિચય વધારે ષિા. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પરંપરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્ત્વરૂપે આધ્યામિકતા એક જ હોય છે. પછી તે ગમે તે જાતિ કે ગમે તે પંથમાં જન્મેલ પુરુષમાં વર્તતી હેય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણું જુદી જુદી હોય છે. આધ્યાત્મિક મુસલમાન, ક્રિશ્ચિયન કે હિન્દુ જે સાચે જ આધ્યાત્મિક હોય, તો તેની ભાષા અને શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં આધ્યાત્મિકતા ભિન્ન હાતી નથી. શ્રીમની આધ્યાત્મિકતાને મુખ્ય પિષણ જૈન પરંપરામાંથી મળ્યું છે અને એ અનેક રીતે જૈન પરિભાષા દ્વારા જ તેમના પત્રમાં વ્યક્ત થઈ છે,એટલી વસ્તુ તેમને વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે.
અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે, અમદાવાદ અને મુંબઈ જેવાં જાહેર હિલચાલનાં સ્થળોમાં રહ્યા પછી તેમ જ તે વખતે ચોમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા પછી અને એક અથવા બીજી રીતે કાંઈક દેશચર્ચાની નજીક હોવા છતાં તેમના જેવા ચકારને સામાજિક કાઈ પણ સુધારા વિષે કે દેશપ્રવૃત્તિ વિષે વિચાર આવ્યો હશે કે નહિ? અને આવ્યો હોય તો એમણે એ વિષે કેવો નિર્ણય બાંધ્યો હશે? '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org