________________
શ્રીમદ રાજચંદ્રને જીવન આમ અનેક સત્સંગીઓને સાથ આપી, જ્ઞાન તથા સાધનાનું સંવર્ધન કરતાં કરતાં તેઓ પોતે નિદાને પામ્યા અને શાંત થયા, એમ એમના ૨૩મા વર્ષ પછીનાં લખાણે જોતાં લાગે છે. જે દુઃખ, જે આત્માની કળકળ, તે તેમના ૨૦મા વર્ષથી તીવ્રતાએ અનુભવતા હતા તે હવે શમી જાય છે, અને તેમનો ધીરદાર જીવનપ્રવાહ સંપૂર્ણ વીતરાગપણ તરફ અવિરત વહે છે. આ પ્રથમ શાંતિસ્વાદ ચાખ્યાની મસ્તીમાં તે વેળાના તેમના પ નીચે સહી કરતાં તે આવાં આવાં ઉપનામ વાપરે છે : “યથાર્થ બોધસ્વરૂપ, “સ્વરૂપસ્થ,” “સમાધિરૂપ,” “બેધબીજ,” “સમસ્થિતભાવ,”
પ્રારબ્ધદેહી,” “વીતરાગભાવ,” વગેરે, વગેરે. તે શાંતિસંપાદનને આનંદગાર તેમણે એક કાવ્યમાં ગાયું છે તે અહીં ઉતારું તો ખોટું નહિ થાય ?
ધન્ય
“ધન્ય રે દિવસ આ અહો,
- જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી,
મટો ઉદયકમને ગર્વ છે. ઓ ગણી મેં સુડતા ની સે
સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે, બુત અનુભવ વધતી દશા
નિજ સ્વરૂપ અવભાણ્યું રે.”
ધન્ય
સંવત ૧૯૪૭માં શ્રીમન્ને જ્ઞાનનિષ્ઠા સાંપડી અને તે શાંત થયા –જે અંધારઓરડામાં પોતે પુરાયા હતા તેમાં જ્ઞાનસૂર્યનું કિરણ પ્રવેશતું જોયું અને એ સ્થિર થયા, શાંત થયા, જીવન્મુક્ત બનવાની હિંમત અને ધીરજ મેળવી શક્યા. આ કાળ પછીનાં એમનાં લખાણ તથા પત્રમાં આ સ્થિરતા તથા શાંતિ ચેડી દેખાઈ આવે છે. જે ઉગ તથા અપ્રાપ્તિને ખેદ અને વિમાસણ તેમના ૨૩મા વર્ષ સુધી
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org