________________
શ્રીમદ્રાજચંદ્ર'—એક સમાલોચના વિચાર બંધાયેલો છે કે, શ્રીમદ્ પોતે જ ધર્મગુરુ બની ધર્મત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિઓને ન માનતા, ક્રિયાનો ઉછેદ કરતા, અને ત્રણે જૈન ફિરકાનો અંત આણવા ઇચ્છતા, ઈત્યાદિ. જેઓ તેમના એકાન્તિક ઉપાસક છે, તેમાંના મોટા ભાગને શ્રીમનાં લખાણને વિશેષ પરિચય હોવા છતાં અને કેટલાકને શ્રીમદ્ભા સાક્ષાત્ પરિચયનો લાભ મળેલો હોવા છતાં, તેમને પણ શ્રીમદ્દ વિષે અંધભક્તિજનિત એકાતિક અભિપ્રાય એ રૂઢ થયેલો મેં જે છે કે, શ્રીમદ્દ એટલે સર્વસ્વ અને “શ્રીમકાજચંદ્ર” વાંચ્યું એટલે સઘળું આવી ગયું. આ બન્ને છેડાઓના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતો. આ છેક જ સંકુચિત પરિસ્થિતિ એછાવત્તા પ્રમાણમાં હજુ સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિષે પણ એક નવો યુગ પ્રવર્તે છે.
જ્યારથી પૂ. ગાંધીજીએ હિન્દુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂક, ત્યારથી એક યા બીજે પ્રસંગે તેમને મેઢેથી શ્રીમદ્દ વિષે કાંઈને કાંઈ ઉગારે નીકળવી જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યો કે, જેને વિષે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે, તે વ્યક્તિ સાધારણ તો નહિ જ હેય. આ રીતે ગાંધીજીના કથનજનિત આંદોલનથી ઘણુઓને વિષે એક જિજ્ઞાસાની લહેર જન્મી. બીજી બાજુ “શ્રીમદ્રાજચંદ્ર' છપાયેલું હતું જ અને તેની બીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ અને એનો વાચનપ્રસાર વધવા લાગ્યો. શ્રીમન્ના એકાન્તિક વિરોધી કે એકાન્તિક ભક્ત નહિ એવા જૈન કે જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાન દ્વારા પણ શ્રીમદ્દ વિષે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણ થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વર્ગમાં શ્રીમદ્દ વિષે યથાર્થ જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મી. અને તે વર્ગ પિોતે જ શ્રીમદ્રાજચંદ્ર' પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગ્યો છે.
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org