________________
શ્રીમદ્ રાજચંદ્રને જીવનબંધ [સં. ૧૯૯૧ની કાર્તિકી પૂર્ણિમાએ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ એ અમદાવાદમાં વાંચેલું વ્યાખ્યાન.
-સંપાદક ] કવિશ્રી રાજચંદ્રની આપણું ઓળખ પૂજ્ય ગાંધીજીને આભારી છે. મુંબઈ શહેરમાં આજથી પચાસેક વર્ષ પર શ્રીમદ્ રાજચ કે તેમને શતાવધાનને સફળ પ્રયોગ કરી બતાવ્યો ત્યારે તે કાળના આપણા પૂર્વજ ગુજરાતીઓ એથી આશ્ચર્યચકિત થયા હશે. ત્યારે એમની કીર્તિ પ્રાંતની બહાર પણ પ્રસરેલી. પરંતુ કાળને જેરે એ મૃતિ આજ ઘસાઈ ગઈ છે. તેને તાજી કરવાનું આપણને ગાંધીજીના તેમની પ્રત્યેના પૂજ્યભાવને લઈને સૂઝયું. આ બાબતમાં આપણે શેઠ પૂંજાભાઈનું ઋણું પણ ન ભૂલી શકીએ. શ્રીમદ્ રાજચંદ્રના એ અનન્ય ભક્ત હતા. એમની જયંતી ઊજવવાનું અને એ નિમિત્તે એમનો જીર્વનબંધ આપણું આગળ તાજો રાખવાનું એક મુખ્ય કામ એમણે અપનાવ્યું હતું. આ બે પુરુષોના પ્રયત્નને લઈને આજ કેટલાંક વર્ષથી આપણે દેવદિવાળીએ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી ઊજવતા આવ્યા છીએ. શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં એવી કઈ વસ્તુ હતી કે જેણે આપણું આધુનિક યુગના વિશ્વવિખ્યાત ધર્મપુરુષને આવ્યા અને એમના પૂજ્યભાવપાત્ર બનાવ્યા, એ સમજવાનો પ્રયત્ન કરવા આજ આપણે ભેગા મળ્યા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org