________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
આ સત્યનો આધાર લઈ એક માણસ કહી શકે કે આ નશ્વર દુનિયામાં, સ્વરાજ્ય શું અને સ્વાતંત્ર્ય શું ? દેશ અને દેશની દોલત, સગાસંબંધીઓ અને તેમની સુખસમાધાની બધું જ ફાની છે; જે જવાનું છે. તેથી
ગ્ની કિંમત કેડીની પણ નથી તેને માટે લડીએ, આધ્યાત્મિક સાધનાને માટે ઉપયોગી એવું શરીર જોખમમાં નાંખીએ અને એ દેશની લત ઉપર લોભની નજર નાખીને તેને પોતાના કબજે રાખનાર પામર લોકેને દુઃખી કરીએ એમાં લાભ શો? બીજો માણસ ફાનીપણાની જ દલીલ આગળ કરી મન સાથે વિચાર કરશે –ધનદોલત અને વાડીવજીફા તે શું, આ આપણું વહાલું શરીર પણ ફાની છે, ત્યારે આબરૂ ખાતર, ઐહિક મેક્ષ ખાતર લડવાને, શરીર કુરબાન કરવાને, પરમ અહિંસાધર્મ કેમ ચૂકીએ ? શરીર સાચવીનેયે કેટલું ટકવાનું હતું ? બાલ બચ્ચાં માટે ધનદોલત રાખીને એમનું આપણે શું કલ્યાણ કરવાના હતા ? ગરીબ સમજે કે ન સમજે, એમના અજ્ઞાન કે કફોડી સ્થિતિને લાભ લેવામાં ચેમ્મી અને ભયાનક હિંસા છે. એના કરતાં ગરીને સુખી કરવા માટે, એમના હદયની બળતરા દૂર કરી એમને આમિક સતેષ આપવા માટે આપણે શ્રમજીવન પસંદ કેમ ન કરીએ ? અને દેશનું સ્વાતંત્ર્ય એ સામાજિક મેક્ષનું પ્રથમ પગથિયું સિદ્ધ કરવા માટે જે આ ફાની શરીરનો ઉપયોગ થાય તો અનિત્ય દ્રવ્યમાંથી નિત્ય વસ્તુ મેળવવાનો પરમ લાભ થશે. એ લાભ એ અહિંસાધમનું ઉત્તમ ફળ છે. એ ફળ મેળવવા માટે શ્રીમદ્ રાજચંદ્રની નિષ્ઠાથી આપણે સતત પ્રયાસ કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org