________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા એટલે અનુભવી, કવિ એટલે જીતેલો, કવિ એટલે ક્રાન્તદર્શી, જીવનના બધા મહત્વના સવાલોનો ઉકેલ જેને હાથ લાગ્યો છે તે કવિ.
જેમને દર્શનશાસ્ત્રની અભિરુચિ નથી, ફિલસૂફી પ્રત્યે જેમનો અણગમે છે, તેઓ શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણમાં દીર્ધકાળ સુધી વખતે ટકી ન શકે. પણ રાજચંદ્રની પારમાર્થિકતા, જીવનતત્વ શોધવાની એકાગ્રતા, અને જીવનસત્ય સરળ કરવાનો આગ્રહ, એ ત્રણ વસ્તુ તેમને આકર્ષ્યા વગર રહે નહિ.
માણસનું જીવન એટલે શ્રેય અને પ્રેય વચ્ચેના સંગ્રામ. પ્રાકૃતિ માણસને જે જે વસ્તુ પ્રિય થઈ પડે છે, જે જે વસ્તુ આકર્ષે છે, અને તેથી જ તેને જે અત્યંત મહત્ત્વની લાગે છે તે ખરું જોતાં જીવનની દૃષ્ટિએ કીમતી નથી હોતી. આજે યુરોપમાં અને અમેરિકામાં કેટલાયે લોકે એવા પડ્યા છે કે જેઓ વિષયસેવનને અને અહંકારતૃપ્તિને જીવનની સાર્થકતા અથવા જીવનનો સાક્ષાત્કાર (Expression of life) તરીકે માને છે. આથી આગળ કશું છે જ નહિ એમ તેઓ પ્રામાણિકપણે માને છે અને કહે છે. પણ તેઓ ભૂલી જાય છે કે જીવનની કૃતાર્થતાને અંતે એમને પરમ શાંતિ મળવી જોઈએ, મુકામે પહોંચ્યાનું સમાધાન થવું જોઈએ, તે તે એમને નથી થતું.
આપણે ત્યાં જીવન વિષેની કલ્પના ઇકિયતૃપ્તિ કરતાં કાંઈક વિશેષ છે. ઈક્રિયતૃપ્તિ મારફતે અથવા ઇદ્રિયનિગ્રહ મારફતે આત્માને ઓળખ, ચિતન્યનો વિકાસ કરવો અને અંતે તમામ ઈદ્રિયો ઉપર વિજય મેળવવો એ જ આપણે ત્યાંના બધા સંપ્રદાયોને ઉદ્દેશ છે. કેટલાક લોકે ઈકિ સાથે માંડવાળ કરવાનું સૂચવે છે, કેટલાક લોકે ઈદ્રિયો ઉપર વિશ્વાસ રાખી સ્વાભાવિક પરિસ્થિતિમાં ઈદ્રિ પોતાની મેળે જ આત્મિક વિકાસ તરફ આપણને લઈ જશે એમ
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org