________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા તરત જોયું, અને પછીનાં વર્ષોમાં તેમણે એવો શક્તિવ્યય અટકાવ્યો. નાનપણની એમની મહત્ત્વાકાંક્ષાએ પણ એવો જ અનુરૂપ પલટો લીધે હવે તે વધારે આત્માર્થી બન્યા હશે, ધર્મલાભ માટે પોતાની શક્તિનો સંયમ કરવો ઘટે એમ તેમણે જોયું હશે. ૨૨માં વર્ષના એક લેખમાં આ દિશાપલટા વિષે તે લખે છે તે અહીં યાદ કરવા જેવું છેઃ
આ દેહમાં મુખ્યત્વે બે ભવ કર્યા છે. . . . નાનપણની નાની સમજણમાં કેણ જાણે ક્યાંથી મેટી કલ્પનાઓ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહેતી; અને સુખમાં પણ મહાલય, બાગ, બગીચા, લાડીવાડીનાં કાંઈક માન્યાં હતાં. મોટી કલ્પના તે, આ બધું શું છે, તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું કે પુનર્જન્મ નથી, પાપે નથી, પુણ્ય નથી; સુખે રહેવું ને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મવાસનાઓ કાઢી નાંખી, કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ. શેડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કયું નહોતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કાંઈ મારું પ્રયત્ન પણ નહતું, છતાં અચાનક ફેરફાર થયો. કઈ ઓર અનુભવ થયો. અને એ અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વળે, વધીને અત્યારે એક “તુતિ તુહિ”નો જાપ કરે છે.”
એટલે શ્રીમના જીવનમાં વીસ વર્ષ પછી નવ ભવ ઊઘડ્યો, નવું દર્શન થયું, ને તે દ્વિજ બન્યા.
એ ઘટના કેવી રીતે બની એનું અવલોકન કે પૃથકકરણ કરવું મુશ્કેલ છે. આવા પ્રકારના જીવનપલટા જેને થાય છે અને એ
અચાનક ફેરફાર” જ લાગે, નવો ભવ જ લાગે. અને એમાં
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org