________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
હું શ્રીમનાં લખાણોનો કઈ રીતે અભ્યાસી તો નથી જ, કે નથી તેમના ભક્તોના અંગત પરિચયને માણસ, કે જેથી મને તેઓશ્રીના વિષે કોઈ વિશેષ જાણવા મળ્યું હોય. એક સામાન્ય ધર્મજિજ્ઞાસાથી હું એમના વિષે એમનાં લખાણોમાંથી કાંઈક જાણ્યાનો દા કરી શકું. અને તે જાણને પણ આજ બારેક વર્ષ થયાં હશે.
ગાંધીજીની વિચારસૃષ્ટિ' વાંચતાં મેં કવિશ્રીની તેમના ઉપરની અસર વિષે જાણ્યું, અને મનમાં થયું કે એ પુરુષનો પરિચય કાંઈક તો મેળવવો જ જોઈએ. ત્યારે એક મિત્રે મારા હાથમાં “શ્રીમદ્રાજચંદ્ર”નો ગ્રંથ મૂ, અને મને આજ યાદ છે તે પ્રમાણે, હું તેને ઠીક રીતે જોઈ ગયો. “ઠીક' કહું છું એટલા માટે કે તે વર્ષની મારી નોંધપોથી જોતાં એ ગ્રંથમાંનાં કેટલાંક ટાંચણ પણ તેમાં મને મળી આવ્યાં.
અને, એ પુસ્તક વાંચ્યાથી મારા પર પડેલી શ્રીમની છાપ તો આજે પણ બરાબર યાદ કરી શકું છું. એ છાપને આધારે આજને નિમિત્તે કાંઈ કહેવાની હિંમત કરી છે. અગાસના રાજચંદ્ર આશ્રમના ઉપાસક શ્રી. ગોવર્ધનભાઈએ, શ્રીમદ્ રાજચંદ્રના એમના અભ્યાસ દ્વારા, તે છાપ તાજી કરવામાં મદદ કરી છે એની આ પ્રસંગે નોંધ લઈ, વસ્તુ તરફ વળું છું.
શ્રીમદ્ રાજચંદ્રને જન્મ સં. ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે કાઠિયાવાડના વવાણિયા ગામમાં થયો હતો. તેમના પિતાજી શ્રી. રવજીભાઈ પંચાણભાઈ મહેતા વૈષ્ણવ હોઈ કૃષ્ણભક્ત હતા. એટલે શ્રીમનો કુટુંબધર્મ વૈષ્ણવ હતો. પોતાની આત્મસ્થારૂપે તેમણે
સમુચ્ચયવયચર્યા” નામનો એક નાનો લેખ તેમની ૨૨ વર્ષની ઉંમરે લખેલે તેમાં તે જણાવે છેઃ
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org