________________
રાજચંદ્ર જયંતી માને છે. કેટલાક ઈદ્રિયો સાથે કામચલાઉ માંડવાળ સૂચવે છે જ્યારે કેટલાક આત્મવીરે નિશ્ચયપૂર્વક કહે છે કે ઇકિયે સાથે માંડવાળ તો હોય જ નહિ. ઈકિય વિફરીને વિકૃતિ પેદા કરે નહિ એટલી એક સાવચેતી રાખીને ઈકિયે સામે અખંડ યુદ્ધ ચલાવવું એ જ પુરુષાર્થને માર્ગ છે. આત્મા અને અનાત્મા, જડ અને ચેતન એકબીજાથી એટલા બધા વિસદશ છે અને પરસ્પરવિરોધી છે કે એકનો વિકાસ એ બીજાનો ઘાત જ છે. તેથી કશી દયા ખાધા વગર ઇકિયાને કાબૂમાં આવ્યે જ છૂટકે. એક પણ ઈકિય ઢીલી પડે તે આત્મશક્તિ એમાંથી કાણાવાળી પખાલમાંથી જેમ પાણી નીકળી જાય છે તેમ નીકળી જવાની. જીવનની સાર્થકતા આત્માને ઓળખવામાં, એને બધી રીતે વિકાસ સાધવામાં, સર્વત્ર એનું સામ્રાજ્ય સ્થાપવામાં રહેલી છે. દેહધર્મને નામે, જીવનના સાક્ષાત્કારને નામે, કલારસિકતાને અથવા અભિદેવના પૂજનને નામે જે કાંઈ ઈદ્રિયભોગ કરીએ છીએ તે આપણને મેક્ષ તરફ લઈ જનાર નથી પણ નીચે ખેંચનાર છે. એટલા માટે કોઈ પણ કારણે, કોઈ પણ બહાને દિના મેહમાં આપણે સપડાવું ન જોઈએ એ સાવધાનતા છે. ઉદ્ધારનો એ જ એક માર્ગ છે. કવિ રાજચંદ્ર આ સિદ્ધાંતમાં ચુસ્તપણે માનતા હતા અને તેથી એમણે પિતાનું આખું જીવન એ માગમાં જ નિવી કાઢયું એમ કહી શકાય.
આત્મસંયમ સાથે અહિંસા, એ પણ કવિશ્રીનો અચળ વિશ્વાસને એક વિષય હતો. અહિંસાનો અર્થ કેટલો વ્યાપક છે એ ગાંધીજીએ આપણને બતાવ્યું છે. બ્રહ્મચર્યમાં પણ અહિંસા જ સમાયેલી છે એ પણ હવે આપણને સમજાય છે. આ અંહિસા કાયરનો ધર્મ નથી 'પણ શુરવીરનો ધર્મ છે એ સમજવાની ભારે આવશ્યકતા છે. દરેક ફિલકીમાં પરંપરવિધી એવા બે ઉપયોગ થાય છે. આ દુનિયા કાની છે, જગત નશ્વર છે, આપણે સાથે કશું આવવાનું નથી એ વિરાટમાં વિરાટ અનુભવના પાયા ઉપર રચેલું સનાતન સત્ય છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org