________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
ભણેલાઓમાં એવી ઘેલછા ચાલી છે કે દરેક મેટા લેખકના ગ્રંથ આપણે વાંચી લેવા જ જોઈએ. ખૂબ વાંચવું, ખૂબ લખવું અને ખૂબ છપાવવું એવો રંગ આજકાલ ફાટી નીકળ્યો છે. પણ હું તને વાજબી માનતા નથી. પૂર્વકાળે માત્ર એક બે ગ્રંથનાં વાચન અને મનનથી જે ફળ મળતું તે આજે સેંકડે અને હજારે ગ્રંથને વાચનથી મળતું નથી. વિવિધ મહાત્માના ગ્રંથમાં વિવિધ આદર્શો આપણે પ્રત્યક્ષ કરીએ છીએ અને એ આદર્શોની છાપ આપણું અંતઃકરણ ઉપર સ્થાયીરૂપે રહી શકતી નથી. દરેક ગ્રંથની અમુક એક બાજુ હોય છે. આવી અનેક બાજુઓનું પ્રતિબિંબ આપણે આપણું જીવનમાં પાડી શકીએ એ અસંભવિત છે. અંગ્રેજ વિદ્વાનોમાં અનેકેને એક ચોક્કસ ગ્રંથકાર કે મહાત્મા પ્રત્યે ખાસ હદયભાવ હેય છે. તેઓ પિતાના આખા જીવન દરમ્યાન એ એક જ આદર્શને કેળવવા મથે છે. આથી તેમને ઘણે લાભ મળે છે. આપણે એ વિષયનું અનુકરણ કરવું જોઈએ અને બની શકે તો એક જ મહાપુરુષના ગ્રંથને દૃષ્ટિ સન્મુખ રાખી તેનું મનન અને નિદિધ્યાસન કરવાના પ્રયત્ન કરવો જોઈએ. હું જે કે કોઈ ખાસ પ્રકારનો મહાગ્રહ ધરાવતો નથી, તે પણ મધુકરભાવે જે કંઈ ગ્રહણ કરવામાં આવે તેને હું વાજબી માનતો નથી. ગુજરાતના જાહેર જીવનમાં મારું જે અલ્પ સ્થાન છે તેને લક્ષમાં લઈ અને મારે શિરે જે જવાબદારી રહેલી છે તેનો વિચાર કરી મારે કહેવું જોઈએ કે શ્રીમદ્રાજચંદ્રના ગ્રંથને એક આદર્શરૂપે રાખવામાં આવે તો તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહિ. એ ગ્રંથમાં તત્ત્વજ્ઞાનનાં ઝરણું વહ્યા કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મને વિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. હું આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સૌને વિનંતિ કરી મારું બોલવું સમાપ્ત
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org