________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા વિજ્ઞાનમાં સત-અસત વચ્ચે મધ્યમ માર્ગ લેનાર બૌદ્ધ શાખા ઉત્પન્ન થઈ એ ખરું પણ તે ઉપરાંત ગૌતમબુદ્ધ પિતે માધ્યમિક એટલા માટે કે તેમણે વચલો માર્ગ પસંદ કર્યો હતે. ગૌતમ એક રાજકુમાર હતા. રાજકુમારના પદે રહેવાથી તેમને શાંતિ થઈ નહિ, તેમ જ કઠોર તપ કરવાથી પણ તેમને લાગ્યું કે તપમાં પણ શાંતિ નથી. શાંતિ અને કલ્યાણ મધ્યમ માર્ગમાં જ રહેલું છે એવી તેમને ખાતરી થઈ અને તેથી તેમણે તપ અને કામભોગ વચ્ચેનો માધ્યમિક માર્ગ ઉપદે. બુદ્ધદેવે વૈરાગ્ય આણવા માટે ક્ષણભંગુરવાદ પ્રરૂ. આમ કરવાનો તેમનો ઉદેશ લોકોની હાંધતા દૂર કરવાનો હતો. પણ એ ક્ષણિકવાદનો બેટો અર્થ કરવામાં આવ્યું. વિશ્વ, સુખ– દુઃખ, હર્ષ–શોક, વગેરે ક્ષણભંગુર છે એ વાત સહુ કોઈને માન્ય છે. મહાવીરસ્વામીએ વૈરાગ્ય ઉપરાંત તપને વિશેષ મહત્વ આપ્યું. વિલિયમ જેમ્સ એલન નામનો એક બહુ વિદ્વાન ગ્રંથકાર તપની મહત્તાનું વર્ણન કરતાં એક સ્થળે લખે છે કેઃ “વૈરાગ્યની ભાવના અને દેહદમનથી ભલે જ્ઞાન કે કલ્યાણ પ્રાપ્ત ન થતું હોય, તો પણ દમનની ખાતર પણ તે ઉપગી છે. દાખલા તરીકે વીમા કંપનીમાં જે ઘેટું નાણું ભર્યા કરો તો છેવટે તે નાણું ઉપાગી થયા વગર રહે નહિ.' તેવી જ રીતે દેહદમન અર્થે થતું તપ પણ આત્મામાં એવું બળ ઉપજાવે છે કે ક્રમે ક્રમે એ આત્મા જિનપદ પામવાને યોગ્ય થયા વિના ન રહે.
મહાવીરનો એક મોટો સિદ્ધાંત સ્યાદ્વાદનો છે. જો કે એ સિદ્ધાંત મહાવીરસ્વામીના પિતાના વખતમાં હશે કે નહિ એની શંકા છે. મને લાગે છે કે બૌદ્ધ ગ્રંથ ઉપરથી પાછળથી એ સિદ્ધાંત ઉપજાવવાની કદાચ જરૂર જણાઈ હેય. સ્યાદ્વાદનો સિદ્ધાંત બહુ ઉપયોગી છે. કારણ કે તે એકીકરણનું દૃષ્ટિબિંદુ આપણે આગળ રજૂ કરે છે. શંકરાચાર્ય સ્યાદ્વાદનું રહસ્ય તપાસ્યા વગર સ્યાદ્વાદ ઉપર આક્ષેપ કર્યો છે. પણ તે યથાર્થ નથી. જો કે શ્રીશંકરાચાર્યના સમયમાં એ
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org