________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા માંકડ વગેરે જંતુઓને નહિ મારવામાં દયાધર્મ સમાપ્ત નથી થત–-જે કે તેમને મારવાં તો ન જ જોઈએ. પણ એ તે પહેલું પગથિયું છે. કઈ જમાનામાં એવી માન્યતા નીકળી હશે કે મનુષ્યને નિભાવવા ખાતર કોઈ પણ જંતુને મારવામાં પાપ નથી, ત્યારે કેઈ સાધુ ઊભે થયો હશે અને જંતુઓના રક્ષણ ઉપર વધારે ભાર આપ્યો હશે. એ સાધુએ કહ્યું હશે કે, “રે મૂરખા, ક્ષણિક દેહની ખાતર જંતુઓનો નાશ ન કર. તારા મનમાં એટલી તાલાવેલી હોવી જોઈએ કે દેહ તો કાલે પડતો હોય તો ભલે આજે પડે.’ આમાંથી “અહિંસા'ને જન્મ છે.
પરંતુ જે માંકડને નથી મારતો, પણ પિતાનાં સ્ત્રીપુત્રને મારે છે તે જૈન નથી, તે હિંદુ નથી, તે વૈષ્ણવ નથી. તે શન્ય છે. આપણે કવિશ્રીની સ્મૃતિને દિવસે દયાધર્મનો સંકુચિત અર્થ છેડીને તેનો વિશાળમાં વિશાળ અર્થ લઈએ. એક પણ છવને દૂભવ, દુશ્મન માનવો, એ પાપ છે. જે એમ ઈચ્છે છે કે જનરલ ડાયરને ફાંસી દઈએ, સર માઈકલ એડવાયરને બળતા અંગારમાં નાંખવો જોઈએ,તે નથી શ્રાવક, નથી વૈષ્ણવ, નથી હિંદુ. તે કંઈ જ નથી. અહિંસાનું રહસ્ય એ જ છે કે ગુસ્સ રેકે, આત્માની મલિનતા દૂર કરવી. જનરલ ડાયરની પરીક્ષા કરનાર હું કોણ? હું જાણું છું કે હું રોષથી ભરેલો છું, કેટલાયનાં મનમાં મનમાં ખૂન કરતો હોઈશ. હું જનરલ ડાયરની પરીક્ષા કરનાર કેણ ? એટલે મેં નિશ્ચય કર્યો કે તરવારથી મને કોઈ મારે, પણ મારે તેને મારે નહિ એ દયાધર્મ છે, અસહકારની પ્રવૃત્તિનું રહસ્ય છે.
પણ જ્યારે હું બેલત હેઉં છું ત્યારે દયાધર્મ શબ્દ વાપરતા નથી. આજે રાજચંદ્ર જયંતીને પ્રસંગ હોવાથી હું દયાધર્મની વાત કરું છું. હું જાણું છું કે આ પ્રવૃત્તિનું પરિણામ તો એ જ છે, ને પરિણામ એ હશે તો લોકે આપોઆપ જાણી લેશે જ.
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org