________________
શ્રી રાયચંદભાઈ
[ સં. ૧૯૯૨ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે શ્રી રાજચંદ્રજયંતી નિમિત્તે વધામાં સાંજની પ્રાર્થના પછી પૂ. ગાંધીજીએ કરેલું પ્રવચન ].
આપણું પૂજ્ય પુરુષોની સ્મરણતિથિ ઊજવવાનું મને યાદ નથી રહેતું; મને એમાં ખાસ ઉત્સાહ પણ નથી આવતું. પરંતુ તેને અર્થ એ નથી કે, એમના પ્રત્યે મારામાં ભક્તિભાવ નથી અથવા ઓછા છે. એમના પ્રત્યેના ભક્તિભાવને કૃતિ દ્વારા પ્રદર્શિત કરવાને હુ સતત મથું છું, અને એનાથી મને સંતોષ રહે છે. આજ રાચંદ્રની જયંતી છે; એનું સ્મરણ મને મગનભાઈએ કરાવ્યું. તે નિમિત્ત હું કાંઈક કહેવા ના કહું એ ઠીક ન લાગ્યું.
રાયચંદભાઈ સાથે મારો પરિચય ખૂબ પુરાણ કહેવાય. ઈ. સ. ૧૮૯૧માં વિલાયતથી ઘેર પાછા આવ્યો, તે જ દિવસે એમને પરિચય મને સાંપડ્યો. ડૉ. મહેતા, જેમની જોડે ઇગ્લેંડથી મારી મૈત્રી થયેલી, એમના એ બનેવી થાય. એમણે જ મને એમની ઓળખાણું કરાવી. અને ત્યારથી જે સંબંધ બંધાયો, તે એમના દેહાંત સુધી રહ્યો. તે ફાલીલી ખૂબ ગાઢ થતો ગયેલો. ધીમે ધીમે એમના પ્રત્યે મારે ભક્તિભાવ બંધાય. એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધી પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું.
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org