________________
શ્રી રાજચન્દ્રની જીવનયાત્રા
શ્રીમદ્ રાજચંદ્ર વેદાંત તરફ વળેલા હતા એમ તેમના પત્રા વાંચવાથી કાઈ કાઈ ને લાગે છે. પણ જૈનધર્મ તરફ તેમણે વધારે મહત્ત્વ મૂકયું હતું. અને દનાની સરખામણી કરવામાં તેમને ચોક્કસ પ્રકારની મુશ્કેલીઓ જણાઈ હતી. આ વાત તેમની અગત નોંધ પરથી સ્પષ્ટ થઈ આવે છે. તેનું કારણ એ છે કે જે વાત સામાન્ય જનને બહુ સાદી લાગતી હોય છે તે જ વાત વિચારવાનેને બહુ મુશ્કેલ જણાય છે. શ્રીમદ્ ાતે પોતાની પ્રતિભા વડે પેાતાની મુશ્કેલી જોઈ શકળ્યા હતા. તેમણે પોતાના ધર્મોમાં સ્થિર રહી અન્ય ધર્મોનાં ખરાં તત્ત્વ શેાધી કાઢ્યાં છે. એક બ્રાહ્મણ જૈનના મંડળમાં અને એક જૈન બ્રાહ્મણના મંડળમાં ભાગ લે તે ભારતવર્ષનુ સુંદર ભવિષ્ય સાધવા માટે હુ આવશ્યક છે. હું અને પ્રમુખસ્થાન લેવાને લલચાયા છું તેનું પણ કારણ એ છે કે ક્ષુદ્ર મતાગ્રહે! દૂર થાય.
આપણા વસ્તીપત્રકમાં હિંદુ, બૌદ્ધ, શીખ અને જૈન એવા ભેદે પાડવામાં આવ્યા છે. પણ એ ભેદે અવાસ્તવિક છે. સવ એક જ ધર્મની શાખાઓ છે. શાખા કહેતાં પણ મને સ કાચ થાય છે. કારણ કે શાખા શાખામાં પણ ભેદ તે અવસ્ય હેાય છે જ. ધમાં તેવું પણ નથી. હું એક દાખલાથી આ વાત વધારે સ્પષ્ટ કરીશ.. જીવા જુદા જુદા ધર્મોમાં રહેવા છતાં વસ્તુતઃ એક છે; તેવી જ રીતે ધર્મના ભેદેશમાં બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલે ભેદ જણાય તે પણ તેની અદર જે સનાતન સત્ય રહેલુ છે તે એક જ છે. આ સનાતન સત્ય કર્યું? વૈરાગ્ય, ભૂતદયા ઇત્યાદિ. આ સર્વ સત્યા સનાતન છે. જૈન બૌદ્ધુ અને વેદ એ વસ્તુતઃ જુદા નહેાતા અને જુદા છે પણ નહિ. આપણે ગંગાના કિનારા ઉપર ઊભા હાઈ એ અને કાઈ એક ભેખડમાંથી ગંગાના પ્રવાહ વહેતા હેાય તે આપણે એટલું કહી શકીએ કે ગંગાને પ્રવાહ વહે છે; પણ ક્યાંથી વહે છે તે કહી શકીએ નહિ. ગંગાના પ્રવાહ બહુ દૂર પ ત વહેતા હેાય તે ઉપરથી આપણે કહી શકીએ કે ગંગાને પ્રવાહ સમુદ્રમાં મળી જાય છે. જો કે આપણે તે
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org