________________
શ્રિીમદ્ રાજચંદ્ર [ સં. ૧૯૭૩ની કર્તિકી પૂર્ણિમાને દિવસે વઢવાણુ કંપમાં આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પ્રમુખપદેથી આપેલું ભાષણ. કમિટી તસ્કથી પ્રસિદ્ધ થયેલા અહેવાલમાંથી.
--સંપાદક ) રાજપ્રજાઉભયમાન્ય દેશભક્ત તપાવીર ગાંધીજી તથા બંધુઓ,
આજે મને પ્રમુખપદ આપવા માટે હું આપનો સર્વને ઉપકાર માનું છું. મારી ગ્યતા તમે જેટલી કહી તેટલી હું માનતો નથી. તો પણ એક રીત હું મારી યોગ્યતા સ્વીકારું છું. અને તે એ જ કે જે આત્મા શ્રીમદ્ રાજચંદ્રમાં હતો (?) તે દેહમાં જે અભેદ ભાવના હતી તેવી ભાવના મારા વિદ્યાર્થીઓ પ્રત્યેના સંબંધમાં અને સર્વ ધર્મના સંબંધમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. જૈન અને બ્રાહ્મણ એવા જે ભેદ પાડવામાં આવ્યા છે તે નિરર્થક અને નિકારણ હોય એમ હું માનતો નથી. કેટલાક જૈને, બ્રાહ્મણ અને બૌદ્ધોને એકાકાર કરવાને વૃથા પ્રયત્ન કરે છે. પરંતુ જે જુદા જુદા ધર્મનું પૃથફત્વ સમજી, પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા લક્ષમાં લઈ અમુક દષ્ટિબિંદુથી વિવિધ ધર્મોની એક્તા સાધવામાં આવે તે જ તે એકતા કંઈક સાર્થક થાય. બાકી ધર્મના ખાખાની એક્તા સાધવા પાછળ મહેનત કરવી એમાં કંઈ ફળ નથી.
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org