________________
શ્રી રાયચંદભાઈ એમની પેટી ઉપર હિસાબી ચેપડા વગેરે તો હોય. પરંતુ વધારે પ્રમાણમાં ત્યાં ધર્મગ્રંથે પડેલા જોવામાં આવતા. કામ પત્યું કે તે આ ધર્મગ્રંથે જોવામાં લાગતા અને એની સાથે એમની રોજનીશી રહેતી. એમાં તે દિવસે કામ કરતા તે કદાચ નહીં લખતા, પણ શા. વિચારો કર્યો તે ટપકાવતા. કોઈને મળ્યા ને જ્ઞાનગોષ્ટિ કરી તે લખતા, કઈ વાર કાવ્યો પણ એમાં જ લખતા, અને આની સાથોસાથ તે લાખોનો વેપાર કરતા. તેમાં લાભહાનિ પણ થતી હોય. પણ એ બધું એમને મન ક્ષણિક હતું. એમનું સાચું જીવન તો ધર્મલાભને અનિવાર્ય સમજી એમાં ઓતપ્રેત રહેતું.
આમ હોવું એ નાનીસૂની વાત નથી. લાખોનો ધંધો કરનાર દુકાનના દફતરમાં ધર્મગ્રંથ રાખીને બેસે એની સાથે તે વળી વેપાર શ કરવો, એમ કેટલાકને થશે. પણ મેં તો એમને એ કરતા જોયા. છે. અને અત્યારે એની વાત કહું છું ત્યારે એ બધી મારી સામે પ્રત્યક્ષ ઊભી રહે છે. એને વિષે હું કહું છું તે બહુ સહેલાઈથી; પણ એમ કરવાની શક્તિ એક ભારે વાત છે. આમ ધર્મના વિચારમાં નિમમ રહેતા છતાં એમની વેપારશક્તિ જેવી તેવી નહતી. જે કામ લે તેમાં નિપુણતા બતાવી શકતા હતા.
એમની વાચાને પ્રવાહ બહુ ચાલતો; પણ તે વિતંડાવાદ નહીં કરતા. દલીલથી કોઈને માત કરવામાં તે રસ ન લેતા. સામાન્ય માણસ મળવા ગયો હોય ત્યારે, હું બહુ જાણનારો છું એવા અભિમાનથી, તે એને અનાદર નહિ કરતા સૌને સરખા ભાવથી મળતા. ધૂર્ત લોક પણ ધર્મને નામે એમને મળતા અને બહુ નહિ તેય થોડું લૂંટી શકતા, એ મારે કહેવું જોઈએ. પણ આપણે એમના જીવનમાંથી એ શીખીએ કે, મોટાની ખુશામત ને છેટાને તિરસ્કાર, એવી જાતને એમને વ્યવહાર નહોતે. સંસાર સાથે સમાન સરળભાવથી રહેતા. લોકે જેડે બેસી ગંદી, નકામી કે નિંદાની વાતો કરતાં મેં તેમને કદી
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org