________________
શ્રી રાયચંદભાઈ પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી છેડા જ બની શકે છે ! ગુરુ તો સહજ પ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ માટે આકાંક્ષા હોય તો સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે. એવા ગુરુ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા મને હંમેશા રહેલી છે.
અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણું પ્રશ્નો વિષે મનમાં શંકા રહેતી. આજ હું ધર્મ વિષે શંકિત છું એમ ન કહેવાય. પણ તે વેળા ધર્મ, હિંદુ ધર્મ, ગીતા (જે કે ઇંગ્લંડમાં મેં અંગ્રેજી તરજુમે વાંચેલો) વગેરે વિષે મને થોડું જ્ઞાન હતું. માતાપિતા પાસેથી હું સહેજે પામ્યો હતો એની અહીં વાત નથી કરતો. મેં મારા પ્રયત્નથી ધર્મ વિષે બહુ જાણ્યું હેય એમ નહોતું. પણ મને ધર્મ વિષે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઈનો સમાગમ મને ગમે, ને તેમનાં વચનની અસર મારી ઉપર પડી.
આવી દશામાં મારે અને રાયચંદભાઈને પરિચય થયો અને એ મને લાભપ્રદ નીવડ્યો છે. મારી ઉપર ટોલ્સ્ટોયની અસર અવશ્ય પડી. તે તેમનાં લખાણો દ્વારા, પણ અહીં તો મને જીવંત મૂતિનો પરિચય, અને તે ઉપર કહ્યા એવા સંજોગોમાં મળ્યું એ વિશેષતા હતી. તે વેળા એમની “મેક્ષમાળા' પ્રગટ થઈ હતી. ઉપરાંત તેમના બતે એમના પત્ર સંઘરતા, તે મને છૂટથી વાંચવા મળતા. એમના જીવનની કશી વાતો મારાથી અજ્ઞાત નહાતી, ન કોઈ મારાથી રાખતા. એવા પુણ્ય પુરુષના જીવનમાંથી આપણા જેવા પ્રાકૃત માણસ શે બોધ ગ્રહણ કરી શકે ? એવા પુરુષના જીવનને અભ્યાસ આપણે પ્રાકૃત જને કરવો હોય તો કેમ કરવો જોઈએ ––એ હું આજ થોડાકમાં બતાવી દઉં.
એક વાત પ્રથમ કહેવાની છે. તે એ કે, જો આપણે આજના યુગના ગજથી રાયચંદભાઈનું જીવન માપવા જઈશું, તો આપણને
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org