________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા નથી જોયા. એમને મળવા જનારથી વેપાર કે ધર્મની વાતથી ત્રીજા પ્રકારની વાત નહીં થઈ શકતી. આવી જાતનું વર્તન એમને સ્વભાવસિદ્ધ હતું. જે એમને સ્વભાવસિદ્ધ હતું તે આપણે બધા પ્રયત્ન કરીને સાધી શકીએ.
આ ઉપરાંત, એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા ને આચરતા. અને અહિંસા તો, તે નિ હતા એટલે અને એમના સ્વભાવથી એમની પાસે હતી. આજ અહિંસાની પ્રાકત સમજ જૈનમાં છે--કે નાનાં જીવજંતુ ન મારવાં વગેરે–એટલેથી જ એમની અહિસા સમાપ્ત નહતી થતી. એમને તો મનુષ્યને કોઈ દુઃખ થાય તે થી પણ દુઃખ થતું. અને તે એટલે સુધી કે ઘણી વાર એમને સંસારસ્થી વિરક્તિ આવી જતી.
વિરક્તિને ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવે છે. ૩૩ વર્ષની નાની વયે એ ગુજરી ગયા. ૧-૧૮ વર્ષની ઉંમરનાં એમનાં પદોમાં આ વૈરાગ્યભાવ દેખાય છે. અને તે ઉમરે એમણે ત્યાગતિતિક્ષાનું જીવન ગ્રહણ કરવા તાકેલું. ત્યારથી એમનામાં આ વૈરાગ્યવૃત્તિ સહેલી હતી, જો કે ગૃહસ્થાશ્રમ અને વેપાર લગભગ અંત સુધી એમની પાસે રહ્યાં હતાં. પણ વૃત્તિથી તે વૈરાગી હતા.
એમના જીવનમાંથી ચાર ચાજે શીખી શકીએઃ (1) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા; આખા સંસાર સાથે એકસરખી ત્તિથી વ્યવહાર, (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન.
મરણ પૂર્વે થોડાક અગાઉના પત્રા મેં જોયા છે. આ વસ્તુઓ તમાં પણ મેં ભાળી છે. એ વસ્તુઓ આપણે સ્મરણમાં રાખીએ અને જીવનમાં પણ અનુકરણ કરીએ તો આપણે એમની પુણ્યતિથિ ઠીક ઉજવી એમ કહેવાય.
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org