________________
શ્રી રાજચંદ્રની શનયાત્રા કદાચ એમ થશે કે, એ એવા હતા શું ? અહીં આગળ હું બાથ જીવનની વાત કહું છું. હિંદુસ્તાનમાં ભગવાં વસ્ત્ર અને તિલકાદિ ધારણ કરે એ સાધુ મનાય છે; બાહ્ય વેવથી પૂજ્ય કહેવાય છે. રાયચંદભાઈનું બાહ્ય રૂપ એ રીતે પૂજ્યતા આકર્ષે તેવું નહોતું. એ વેપારી હતા, અને વેપાર પણ વિદેશી વસ્ત્રોનો ને હીરામેતી કરતા. '
હીરામેતી પણ વિદેશ સાથેનો વેપાર થયે, કેમકે તેને અંગે પેરિસ સાથે ખૂબ સંબંધ રહેતો. આવી જાતનું જીવન આજ આપણને ઠીક નહીં લાગે. આપણને એમ થશે કે જીવનમાં દેશી ચીજોનો વાપર ને વેપાર તો સહેજે હોવો જોઈએ. રાયચંદભાઈને જીવનમાં એ નહતું. પણ એથી આપણને આઘાત ન પહોંચવો જોઈએ. દેહાંત થયેલા પુરુષોના જીવનનું માપ કાઢવા વર્તમાન યુગનો ગજ લઈએ તો નિરાશા મળે. એમનું સાચું માપ કાઢવા તો આપણે ત્યારની નીતિને ગજ લેવો જોઈએ. જેમકે, મહાભારત કે વાલ્મીકિના જમાનાને માટે આપણે કરીએ છીએ. તે જમાનાની બૂરાઈ તે આજ એ રૂપે ન હોય, અને ભલાઈ તે ભલાઈ પણ ન હોય. એટલે માપ કાઢતી વખતે જે વસ્તુઓમાં નિત્ય પરિવર્તન થતું રહે એવી હોય એને ખ્યાલ રાખવો જોઈએ.
તેઓ સારી પેઠે સંવાદ કરતા. એમના ચિત્તની સરળતાને પ્રભાવ સાંભળનાર ઉપર પડતો, અને એના દિલનું પરિવર્તન પણ તે કરી શકતા.
રાયચંદભાઈને ગૂઢ જ્ઞાન હતું. તેઓ સુશિક્ષિત એટલે કે ભારે ભણેલા હતા એમ ન કહેવાય. બાળપણથી જ લગભગ એમણે શાળાને અભ્યાસ છોડેલ. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની શક્તિ અજબ હતી. તે શતાવધાની હતા. કાંઈ પણ એક વાર વાંચે એટલે યાદ રહે એવી તીવ્ર સ્મરણશક્તિ હતી. વેપાર કરવા દુકાને બેસતા ત્યારે
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org