________________
દયાધામ
સર્પને મારવામાં પાપ છે તે કરતાં મનુષ્ય શરીરધારી સર્ષ કે વાઘને મારવામાં વધારે પાપ છે. પશવાઘને તો આપણે બીકને વશ થઈને મારીએ છીએ, રોષથી નથી મારતા. જે કોઈ ધર્મરાજા ખરેખર હેય ને તેના હાથમાં આપણું પાપપુણ્યને ન્યાય કરવાને હોય તે તે વાઘને મારનારની દયા ખાઈને કદાચ તેને માફી આપશે. કારણ કે તેમાં તે માણસે પોતાને પશુધર્મ પાળ્યો છે; એક પશુએ બીજા પશુને માર્યું છે. પણ મનુષ્યને મારવામાં તે રોષ હોય છે, અભિમાન હોય છે, દંભ હોય છે. ધર્મરાજા કહેશે, “અરે મૂર્ખ, તે મનુષ્યને માર્યો તેની પાછળ તો કેટલીયે ખટપટ, કેટલાંયે પાખંડ હેવાં જોઈએ.'
શ્રાવકેને ને બધાને હું કહું છું કે જીવદયાનો અર્થ કીડી, મકડી આદિ સૂક્ષ્મ જંતુને ન મારવાં એટલો જ નથી. તેમને યે મારવાં તે ન જ જોઈએ. પરંતુ મનુષ્યયોનિમાંના કોઈ જીવને પણ છેતર ન જ જોઈએ. અને છતાં ઘણા વેપારીઓ બીજા શું કરે છે? કોઈ શ્રાવક મારી પાસે તેના ચોપડા મૂકે તો હું તેને બતાવી દઉં કે એ શ્રાવક નથી. જે કપડાંને આપણે વેપાર કરીએ એની ઉત્પત્તિ ક્યાંથી છે? મેલમાં જ તેની ઉત્પત્તિ છે કે નહિ, તેની કાંજીમાં ચરબી છે કે નહિ એ વેપારીએ વિચારવું ઘટે. દામÉપટ લેવું તેને હરામ હેવું જોઈએ. એ શ્રાવકને ધર્મ નથી. એક પૈસો, બે પૈસા મજૂરી ચડાવે તે ઠીક, પણ આટલી બધી જંજાળ શી? આટલો પાખંડ શે? વ્યાજ તો એટલું બધું લેવાય છે કે સામો માણસ મરી જ જાય. હું જ્યાં જાઉં છું ત્યાં શ્રાવકો તેમ જ વૈષ્ણવ બને વાણિયાની સામે ફરિયાદ હોય છે. ઘણું ગોરાઓ મને મહેણું મારે છે કે તમારા જ લોકે કેટલું બધું વ્યાજ લે છે.
આપણે નીચ વાણિયા મટીને ક્ષત્રિય થવું જોઈએ. વૈશ્ય ધર્મ એટલે મજૂરી બિલકુલ નહિ, હળ નહિ, શૌર્ય નહિ, વિવેક નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org