________________
એ જયંતીએ આ સભામાં હું આજે બે પ્રકારના માણસે જોઉં છું. એક વર્ગ એવો છે કે જે શ્રીમદ્ રાજચંદ્રના પ્રત્યે પૂજ્યભાવથી જુએ છે અને બીજો વર્ગ એવો છે કે જે માત્ર તમાશગીર રૂપે આવેલો છે. આ યંતીની ફતેહનો મૂળ આધાર પ્રથમ વર્ગ ઉપર રહેલો છે. એમ મારે કહી દેવું જોઈએ. શ્રીમદ્ પ્રત્યે જેઓ પૂજ્યભાવ ધરાવતા હોય તેમણે પૂજ્યશ્રીના વિચારેનું અનુકરણ કરી એ ભાવે વર્તનમાં બતાવી આપવો જોઈએ. દવાનું ચિંતવન માત્ર કરવાથી રોગ કદાપિ દૂર થતો નથી. શિવજીભાઈએ જે એમ કહ્યું કે દક્ષિણમાં ભક્તિભાવ વધારે છે અને ગુજરાતમાં ઓછે છે એમ હું માનતો નથી. ગુજરાત પણ જેમ જેમ વર્ષો વીતતાં જશે તેમ તેમ પિતાને ભક્તિભાવ દર્શાવતું જશે. પરંતુ તેને મુખ્ય આધાર શ્રીમદના અનુયાયીઓ ઉપર છે, એ વાતનું વિસ્મરણ થવું જોઈતું નથી. અનુયાયીઓ જે પિતાનું સારું વર્તન બતાવી આપશે તો સમાજ ઉપર તેની બહુ સચોટ અસર થશે. ભગવાન હમેશાં પુરુષાર્થ કરનારને સહાય આપે છે. બાકી પુરુષાર્થ વિના માત્ર રામરામ કરનારાઓ તે ઊલટા બાયેલા અને નિઃસવ થઈ જાય છે. શ્રીમદના ગ્રંથો વાંચી બેસી રહેવું એમાં જ સંપૂર્ણ કર્તવ્ય પૂરું થયું એમ માની લેવાનું નથી. ધર્મને આધાર આચાર ઉપર છે. તમે જે તમારે આચાર સુધારશે તે સમાજને સુધારી શકશે.
મારા જીવનમાં શ્રીમદ્ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. મહાત્મા ટોલ્સ્ટોય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી અસર કરી છે. મારે શ્રીમદના અનુયાયીઓને આ પ્રસંગે કહેવું જોઈએ કે તમારા ઉપર શ્રીમદના નામનો આધાર છે. તમારે મૂળ પુરુષના આચારવિચારોનું નિર્દોષ અનુકરણ કરવું જોઈએ. જે એમ નહિ થાય તો આવી જયંતીઓમાં ઢંગનાં તો દાખલ થશે. આ ઢેગને જેમ બને તેમ દૂર રાખવાનો પ્રયત્ન કરશે. તમારામાં જે યથાર્થ ભક્તિભાવ, હશે તો તમાશગીરે અહીંથી ભક્તિને ચેપ લઈ જશે.
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org