________________
દયા ધર્મ
વઢવાણમાં જયંતી ઉજવાઈ તે વખતે જ રાજચંદ્ર પુસ્તકાલય બાલવું એ સંકલ્પ કર્યો હતો. મકાન બાંધવાની તે વખતે વાત થઈ હતી તે બાબતમાં મેં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. મેં કહ્યું હતું કે મકાન હશે. પણ તેમાં આત્મા નહિ હોય તો મકાન તે એક ઈટવું છે. આજે હવે ત્રણ વરસનો સંકલ્પ કળે છે. બધા સંજોગો ભેગા થયા છે. આજે જિનવિજ્યજી જેવા લાયક પુરથ મળી ગયા છે. પુરાતત્વમંદિરનું પુસ્તકાલય પણ જોડાઈ ગયું છે. તેને લાભ ? કઈ ત્યાં જવાની તસ્દી લેશે તેને છૂટથી મળશે.
જે તમે સાંભળ્યું તે સાથે લઈ જજે ને જીવનમાં ઉતારજે. ટીકાયોગ્ય લાગે તેટલું તુરત ત્યાગી દેજે, પણ ગ્રાહ્ય લાગ્યું હોય, જે તમારા કર્ણને, હદયને, પ્રિય લાગ્યું હોય–તેને તો આજથી જ અમલ શરૂ કરી દેજે.
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org