________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
આવે, પણ પોતાની શંકાને પિલવાને તેનો ઈરાદો હોય તો સભ્યતાના નિયમ સૂચવે છે કે આજે તેનું અહીં કામ નથી. જગતમાં સૌને સ્વતંત્રતા હોવી જોઈએ. ટીકાકારને જગતમાં આશય સારુ સ્થાન હોવું જોઈએ એ ખરું, પણ ભક્તને – પૂજારીને પણ એવું સ્થાન જગતમાં હોવું જોઈએ, કે જ્યાં તે - ટીકાકારથી રહિત પિતાનું કાર્ય આપી શકે. એટલે આજે તે કવિશ્રીને વિષે જેમને પ્રેમ છે, તેવા તેમના ભકતો જ અહીં આવ્યા છીએ એમ હું માની લઈશ. તેવા શ્રદ્ધાન્વિત હોય તેમને જ આજે હું કહેવા ઈચ્છું છું, કે આજનો પ્રસંગ બેવડો વધાવવા યોગ્ય છે.
જેમનું પુણ્યસ્મરણ કરવા આપણે આવ્યા છીએ તે દયાધર્મની મૂર્તિ હતા. તેમણે દયાધર્મને જાણ્યો હતો ને પોતાના જીવનમાં કેળવ્યો હતો. અત્યારે હિંદુસ્તાનમાં જે કામ આપણે કરી રહ્યા છીએ તેમાં પણ દયાધર્મ જ રહેલો છે. એ કામ આપણે રોષથી નથી કરતા. વસ્તુસ્થિતિ એવી આવી પડેલી છે કે આપણને રોષનાં જબરાં કારણે મળેલાં છે, આપણે અત્યંત દુભાયા છીએ. તે વખતે પણ એ વિચાર આપણામાં રહ્યો છે કે દૂભવનાર સાથે આપણે કેમ વર્તવું, કે જેથી તેમને આપણે સામા ન દુભવીએ, આપણે કઈ રીતે તેમનું પણ સારું કરી શકીએ. અસહકારનું મૂળ દયામાં રહેલું છે, રોષમાં નથી. રખે આપણે પોતે ભૂલતા હોઈએ એમ ધારીને આપણે સામા પર રોષ કરતા નથી. તેનાથી જાતે જ ભાગીએ છીએ.
એમ ભાગવાથી ગંભીર પરિણામ જરૂર થાય છે. એથી જે પુરુષો સાથે કે સંસ્થા સાથે આપણે અસહકાર કરીએ છીએ તે સંસ્થા ચલાવનાર પુરુષોને આઘાત તે જરૂર પહોંચે છે. પણ દયાધર્મનો અર્થ કેાઈ સ્થળે આઘાત કરવો જ નહિ એવો નથી. કવિશ્રી પાસેથી હું એવો દયાધર્મ શીખ્યો નથી. આપણું પિતાના
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org