________________
દયા ધર્મ નાંખ્યું; ને ફરી પાછું કદી ચામડું માથે પહેર્યું નહિ હોય એમ માનું છું. પણ કોઈ જે આજે એમ કહેતા આવે કે ત્યાર પછી તેણે તેમને ચામડાવાળી ટોપી પહેરતા જોયા હતા તો પણ મને તેમાં આઘાત ન પહોંચે. હું ફરીથી તેમની પાસે પહોંચું તો તે ફરીથી તરત જ પાછું ચામડું ઉતરડી નાંખે. તેમનું એમાં ચિત્ત ન હોય એટલે રહી ગયું હોય.
એમાં જ મહાપુરુષનું મહત્ત્વ છે. તેનામાં મિથ્યાભિમાન નથી હતું એમ એ બતાવે છે. બાળક પાસેથી પણ તે શીખી લેવાને તૈયાર હોય છે. મોટા માણસે નાની બાબતોમાં મતભેદ ન રાખે. નાની નાની બાબતોમાં જે દયાધર્મને બહાને મતભેદ રાખ્યા કરે, આત્મનાદની વાતો કરવા બેસે, તેને હું કહું છું કે, આત્માને નાદ છે જ નહિ, અથવા તો પશુની જેમ તેનો આત્મા સૂતેલો છે. મનુષ્યમાં ઘણેખર તો આત્મા ઊંઘતો જ હોય છે. મનુષ્યમાં ને પશુમાં ભેદ એટલો છે કે મનુષ્યને આત્મા પૂરેપૂરો જાગી શકે છે. જે આપણે નવા પ્રસંગોમાં દુનિયા સાથે ચાલતા હોઈએ તો એક પ્રસંગમાં તેને કહી શકીએ કે આ તમે ઠીક નથી કરતા. જન્મ્યા ત્યારથી દુનિયા સાથે જે વેર બાંધીને બેસે છે તે પ્રેમ બતાવી કેમ શકે ?
ઘણા પ્રસંગમાં તે આપણે જડ હોઈએ તેમ જ વર્તવું જોઈએ. શુદ્ધ જડમાં ને ચૈતન્યમાં નહિ જેવો જ ભેદ છે. જગત બધું જડ રૂપે જ દેખાય છે, આભા તે કઈક વાર જ પ્રકાશે છે. અલૌકિક પુરુષનો એવો વ્યવહાર હોય છે. એવો વ્યવહાર રાયચંદભાઈનો હતો એવું મેં જોયું છે.
તેઓ જે આજે જીવતા હોત તો અત્યારે ચાલી રહેલી પ્રવૃત્તિને તેમણે આશીર્વાદ જ આપ્યો હતઆ વસ્તુમાં ધર્મ છે. જેના આત્મામાં દયાધર્મ વસે છે તેનાથી આમાં પડ્યા વિના રહેવાય જ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org