________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
પ્રસંગમાં સૂચવે છે કે તેના હાથમાંથી દારૂની બાટલી છીનવી લેવી. બળાત્કાર કરીને તેના હાથમાંથી હું તે પડાવી ન લઉં, પણ મને ખબર પડે કે ઘરમાં અમુક ઠેકાણે તે દારૂ રાખે છે તો ત્યાંથી લઈને હું તેને જરૂર ફાડી નાંખ્યું.
સામાન્ય વસ્તુમાં કેઈ ને નકામા ન દૂભવીએ, દયા ધર્મનું નામ લઈ બીજાને નાની વાતમાં પણ ટેકવા ન બેસી જઈએ, એ દયાધર્મનું સરસમાં સરસ માપ રાયચંદભાઈએ મૂકી દીધું છે. આ સામાન્ય માપ સમજીએ તો પૂરી સમજણ પડતી ન હોય તેવું ઘણું આપણે લોકલજ્જાએ જ કરી લઈએ. ખાદી શા માટે પહેરવી એ હું સમજી શકતા ન હોઉં, ઝીણી મલમલ મને ગમતી હોય, તે પણ જે સમાજમાં હું રહું છું તે બધા ખાદી પહેરે છે ને ખાદી પહેરવામાં કંઈ છેટું કે અધર્મ નથી, સમાજમાં જે થાય છે તે હું કરું. આ સરળ ન્યાય રાયચંદભાઈએ મને શીખવ્યો.
મુંબઈમાં એક વાર અમે દયાધર્મની વાતો કરતા હતા. ચામડું વાપરવું જોઈએ કે નહિ તેનો વિચાર ચાલતો હતો. અમે બન્ને છેવટે માની લીધું કે ચામડા વિના તો ન જ ચલાવી શકાય. ખેતી જેવા ઉદ્યોગ તો ચાલવા જ જોઈએ; પણ કંઈ નહિ તો ચામડું માથે તો ન જ પહેરીએ. હું તો મૂળથી જ જરા કોરે રહ્યો. મેં પૂછ્યું કે તેમને (તમારે) માથે ટોપીમાં શું છે ? એ પતે તો આત્મચિંતનમાં લીન રહેનારા હતા. પોતે શું પહેરે છે, શું ઓઢે છે એના વિચાર કરવા બેસતા નહિ. માથે ટોપીમાં ચામડું છે એ તેમણે જોયેલું નહિ. પણ મેં બતાવ્યું કે તુરત તેમણે ટોપીમાંથી ચામડું તોડી કાઢયું. મને કંઈ એમ નથી લાગતું કે મારી દલીલ એટલી સજજડ હતી કે તેમને સોંસરી ઊતરી ગઈ. તેમણે તે દલીલ જ કરી નહિ. તેમણે વિચાર્યું કે આને હેતુ સારો છે, મારી ઉપર પૂજાભાવ રાખે છે, તેની સાથે ચર્ચા શું કામ કરું ? તેમણે તે તુરત ચામડું ઉતારી
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org