________________
• દયા ધર્મ નિયમ છે. આજના વિષયને અનુસરીને કહેવા બેસું તો એ નિયમ દયાધર્મનો પ્રથમ પાઠ છે,
આપણે પોતે અગવડ ભેગવી લઈએ, કે જેથી બીજની સગવડ સચવાય આપણને જે ઘડીએ જે ઈચ્છા થઈ તેને તુરત જ અમલ કરી દેવો, તેની અસર દુનિયા ઉપર શી થશે તેને વિચાર ન કરવો, એ સંયમ નહિ કહેવાય. તે સ્વછંદ છે. તે દેવી પ્રવૃત્તિ નથી, પણ રાક્ષસી પ્રવૃત્તિ છે. જ્યાં અવ્યવસ્થા એ જ વ્યવસ્થા હોય તે રાક્ષરી પ્રવૃત્તિ. જ્યાં અવાજે જ થયાં કરતા હાય, કેઈ ને વિચાર ન હોય, કોઈની મર્યાદા ન હોય તે રાક્ષસી પ્રવૃત્તિ. કેઈ એવું વિશેષ ચિહ્ન નહિ બતાવી શકાય, કે જે જોઈએ તો રાક્ષસી પ્રવૃત્તિને ઝટ ઓળખી લઈએ. દરેક પ્રવૃત્તિ હંમેશાં મિશ્રિત હોય છે. જ્યાં હદયમાં મોટે ભાગે અશાંતિ પ્રવર્તતી હાય, જ્યાં અશાંતિની જ મૂર્તિ ખડી થતી હોય તેવી પ્રવૃત્તિને રાક્ષસી પ્રવૃત્તિ કહીએ.
આજકાલ “રાક્ષસી” શબ્દના ઉપયોગમાં મારો નંબર પહેલે આવે તેમ છે. એ શબ્દ વાપરે મને ગમે છે એમ નથી. બધી દુનિયા ભલે તેમ માની લે, મારો પોતાનો આત્મા સાક્ષી પૂરે છે કે એ શબ્દના મારા ઉપગમાં દયા સિવાય બીજું કંઈ જ નથી. તેમાં ઠેય નથી, તેમાં રોષ નથી. હું વસ્તુને જે પ્રકારે જોઈ રહ્યો છું તે જ પ્રકારે તેને ચીતરી રહ્યો છું. તેમાં હું દયાધર્મ પાળી રહ્યો છું. દયાધર્મને ચિંતનને અર્થે આજનો પ્રસંગ બેવડો વધાવી લેવાને યોગ્ય છે.
જે પુરુષના સ્મરણને અર્થ આપણે અહીં આવ્યા છીએ તેના • આપણે પૂજારી છીએ. હું તેના પૂજારી છું. ટીકાકાર કઈ દિવસ પૂજારી ન હોઈ શકે. તેથી જેનામાં ટીકા છે તેમને આવવાને આ પ્રસંગ નથી. ટીકાકાર પણ શંકા-સમાધાન માટે નમ્ર બનીને ભલે
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org