________________
રાયચંદભાઈ જેમ પકડ્યો. પુરુચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં તે હજારગણી ચડે. પતિ પત્ની વચ્ચે ઐક્ય હોય, એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નોકરશેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. દિવસે દિવસે કવિના વચનનું બળ મારી આગળ વધતું જણાયું.
મારે પત્નીની સાથે કેવો સંબંધ રાખવો? પત્નીને વિષયભોગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે ક્યાં વફાદારી આવે છે? હું
જ્યાં લગી વિષયવાસનાને આધીન રહે ત્યાં લગી મારી વફાદારીની પ્રાકૃત કિંમત જ ગણાય. . . .
અંતિમ નિશ્ચય તે છેક ૧૯૦૬ની સાલમાં જ કરી શક્યો. . . . સારી પેઠે ચર્ચા કર્યા પછી અને પુખ્ત વિચાર કર્યા પછી સને ૧૯૦૬ની સાલમાં (બ્રહ્મચર્યનું) વ્રત લીધું. . . . મારી શક્તિ ઓછી હતી. વિકારે દબાવવાનું કેમ બનશે ? સ્વપત્નીની સાથે વિકારી સંબંધનો ત્યાગ એ નવાઈની વાત લાગતી હતી. છતાં એ જ મારું કર્તવ્ય હતું એ હું સ્પષ્ટ સમજી શકતો હતો. મારી દાનત શુદ્ધ હતી. શક્તિ ઈશ્વર આપી રહેશે એમ વિચારી મેં ઝંપલાવ્યું. . . . આજે વીસ પછી તે વ્રતનું સમરણ કરતાં મને સાનંદાશ્ચર્ય થાય છે. સંયમ પાળવાની વૃત્તિ તો ૧૯૦૧થી પ્રબળ હતી, ને હું તે પાળી પણ રહ્યો હત; પણ જે સ્વતંત્રતા અને આનંદ હું હવે ભોગવવા લાગ્યો તે સન ૧૯૦૬ પહેલાં ભગવ્યાનું મને સ્મરણ નથી. કેમકે, તે વખતે હું વાસનાબદ્ધ હતા, ગમે ત્યારે તેને વશ થઈ શકતો. હવે વાસના મારા ઉપર સવારી કરવા અસમર્થ થઈ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org